પાટણ પાલીકાની બેદરકારી ને લઈ છેલ્લા દોઢ માસથી લિકેજ બનેલ વાલ્વ માથી નિરથૅક વહેતું હજારો લીટર પાણી



 પાટણ પાલીકાની બેદરકારી ને લઈ છેલ્લા દોઢ માસથી લિકેજ બનેલ વાલ્વ માથી નિરથૅક વહેતું હજારો લીટર પાણી

શહેર ભાજપ પ્રમુખ ના રહેણાંક વાળી સોસાયટી ના પ્રવેશ દ્વાર સામે જ સમસ્યા છતાં પાલિકા ઉદાસીન: પાટણ નગરપાલિકા તંત્રની બેદરકારીને કારણે છેલ્લા બે મહિનાથી શહેરના જીવનધારા સોસાયટી ગેટ નંબર 6 ની સામે કેનાલ પાસે પાણીનો વાલ્વ લીકેજ હોય જેના કારણે દિવસ દરમિયાન પાણીનો વેડફાટ થતાં માગૅ પર પાણીની રેલમછેલ સજૉતા માગૅ પરથી પસાર થતાં રાહદારીઓ સહિત વાહન ચાલકો અને આ વિસ્તાર ના લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે.

જીવનધારા સોસાયટી ગેટ નં 6 મા પાટણ શહેર ભાજપ પ્રમુખ નું નિવાસ સ્થાન આવેલ હોય અને દિવસ દરમ્યાન તેઓ આ માગૅ પરથી પસાર થતાં હોવા છતાં આ સમસ્યા નું ભાજપ શાસિત નગરપાલિકા દ્વારા દોઢ દોઢ મહિના થવા છતાં આજદિન સુધી સમસ્યાનુ નિરાકરણ નહિ આવતા વિસ્તાર ના રહીશો સહિત આ માગૅ પરથી પસાર થતાં રાહદારીઓ અને વાહન ચાલકો મા પાલિકાની બેદરકારી ને લઇ રોષ જોવા મળી રહ્યો છે.

એક તરફ ઉનાળાના દિવસો નજીક છે ત્યારે પાલીકા તંત્ર ની બેદરકારી ને લીધે નિરર્થક વહી જતાં પાણી ને અટકાવવા લીકેજ વાલ્વ નું પાલીકા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે સમારકામ હાથ ધરી પાણી નો બગાડ થતો અટકાવવામાં આવે તેવી માગ શહેરીજનોમાં પ્રબળ બની છે.


patan live news GJ 24

રિપોર્ટર ગોવાભાઈ આહીર પાટણ

Post a Comment

Previous Post Next Post