સુરત/ નિવૃત Dysp અને આહીર સમાજના પ્રમુખ વિરુદ્ધ સોશિયલ મીડિયામાં અભદ્ર પોસ્ટ મુકનાર શિક્ષક ઝડપાયા
સુરતના ઘોડદોડ રોડ ખાતે રહેતા નિવૃત્ત ડીવાયએસપી અને આહીર સમાજના પ્રમુખ તેમજ અન્ય ટ્રસ્ટીઓ વિરુદ્ધ સોશીયલ મીડિયામાં અભદ્ર પોસ્ટ મુકનાર બે પૈકી મુખ્ય સૂત્રધારને અભદ્ર લખાણ લખીને આપનાર સારોલીના શિક્ષકની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી જામીન મુક્ત કર્યા હતા.
ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ઘોડદોડ રોડ ખાતે રહેતા નિવૃત્ત ડીવાયએસપી અને આહીર સમાજના પ્રમુખ રણછોડભાઈ હમીરભાઈ હડીયા તેમજ અન્ય ટ્રસ્ટીઓ વિરુદ્ધ સોશીયલ મીડિયામાં અભદ્ર પોસ્ટ મુકનાર તેમજ મોર્ફ ફોટો બનાવી ફેસબુક પર મુકવાની સાથે રણછોડભાઈને મળેલા શોર્યચક્ર બાબતે પણ સમાજમાં યુવાનો અને સમાજને ગેરમાર્ગે દોરવા પ્રયાસ કરનાર કેતન હાદાભાઇ વાણીયા ઉર્ફે આહીર કેતન ( રહે.વર્ષા સોસાયટી, લંબે હનુમાનરોડ, સુરત. મુળ રહે.રીંગણીયાળા, તા.રાજુલા, જી.અમરેલી ) અને ગણપત આપા ઉર્ફે જયંત દુલાભાઇ નાગોથા ( રહે.પુણાગામ, સુરત. મૂળ રહે.માળીયા, તા.મહુવા, જી.ભાવનગર ) વિરુદ્ધ ક્રાઈમ બ્રાન્ચે દોઢ મહિના અગાઉ ગુનો નોંધી ધરપકડ કરી હતી.ક્રાઈમ બ્રાન્ચે ગતરોજ આ પ્રકરણમાં મૂળ ગીર સોમનાથ ગીર ગઢડાના નગડીયા ગામના વતની અને સુરતમાં સારોલી આર.આર. ટેક્ષ્ટાઈલ માર્કેટ સામે ન્યુ નેચર વેલી બ્લોક ડી ફ્લેટ નં.703 માં રહેતા ખાનગી શાળાના શિક્ષક મથુરભાઇ ઉકાભાઇ બલદાણીયાની ધરપકડ કરી હતી.મથુરભાઈએ મુખ્ય સૂત્રધાર કેતન વાણીયાને અભદ્ર લખાણ લખીને આપતા તેણે વાયરલ કર્યું હતું.ક્રાઈમ બ્રાન્ચે બાદમાં તેમને જામીન મુક્ત કર્યા હતા.વધુ તપાસ પીઆઈ કે.ડી.રાઠોડ કરી રહ્યા છે.
patan live news GJ 24
રિપોર્ટર ગોવાભાઈ આહીર પાટણ