ખેડામાં પત્રકાર પર થયેલા હુમલા મામલે મહત્ત્વના સમાચાર, પોલીસે કરી આ મોટી કાર્યવાહી


  ખેડામાં પત્રકાર પર થયેલા હુમલા મામલે મહત્ત્વના સમાચાર, પોલીસે કરી આ મોટી કાર્યવાહી 

ખેડા: બે દિવસ પહેલા નડિયાદમાં થયેલા પત્રકાર પર હુમલાના મામલે મોટા અહેવાલ પ્રાપ્ત થયા છે. સમગ્ર બાબતને લઈ ખેડા જિલ્લા પોલીસવડા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામા આવી હતી. જેમાં પત્રકાર પર થયેલા હુમલા મામલે તેની ફરિયાદ લેવામાં આવી હોવાનું SP રાજેશ ગઢીયાએ જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ આ બેઠક પર વર્ષોથી એક જ પરિવારનું રાજ, બેઠક પર પુરુષ કરતા મહિલા મતદારો વધુવધુમાં SP રાજેશ ગઢીયાએ જણાવ્યું હતું કે, આ ફરિયાદમાં રાયોટીંગ અને ધાળ જેવા ગુનાની ગંભીર કલમો લગાવવામાં આવી છે. એલસીબી અને લોકલ પોલીસની અલગ અલગ ટીમ બનાવી સીસીટીવી ફૂટેજ દ્વારા આરોપીની ઓળખ કરવામાં આવી હતી.ગઢીયાના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 7 જેટલા આરોપીઓને આઇડેન્ટીફાય કરી લેવાયા છે. સૌપ્રથમ 5 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. પહેલા પકડાયેલા પાંચે આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. જ્યારે ગત રાત્રે અન્ય બે આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે.ગઈકાલે રાત્રે પકડેલા બે આરોપીને પણ નામદાર કોર્ટમાં રજૂ કરી એના પણ રિમાન્ડ મેળવવામાં આવશે. આ ઉપરાંત ઘટના સમયે પત્રકારના પત્ની હાજર હતા, માટે મેજિસ્ટ્રેટ સામે આરોપીઓની ઓળખ પરેડ પણ કરાવવામાં આવશે.શું છે સમગ્ર મામલોખેડા જિલ્લાના નડીયાદમાં ખનન માફિયાઓએ ખાનગી ન્યૂઝ ચેનલના પત્રકાર પર ઘાતક હથિયારો સાથે જીવલેણ હુમલો કર્યો હતો. આણંદ-નડિયાદ રોડ પર પરિવાર સાથે જઇ રહેલા પત્રકાર કરુણેશ પંચમવેદીએ માત્ર પોતાનો ધર્મ નિભાવ્યો હતો. રસ્તા પર બેફામ ચાલતા નંબર પ્લેટ વગરના ડમ્પરને અટકાવી પૂછપરછ કરી હતી અને ડમ્પર ચાલકે તેના માલિક વિકીને જાણ કરી, વિકી તેના સાગરિતો સાથે ત્યાં આવી પહોંચ્યો અને ઘાતક હથિયારો સાથે પત્રકાર પર તૂટી પડ્યો હતો. આ જીવલેણ હુમલા અંગે પોલીસને જાણ કરવા માટે 100 નંબર ડાયલ કર્યો તો ત્યાં પણ પત્રકારને કોઈ જવાબ મળ્યો નહોતોઘટના પોલીસ માટે લાંછનરૂપ છે કે, ગુનેગારો આટલા બેફામ બની રહ્યા છે અને પોલીસ મૂક પ્રેક્ષક બનીને બેસી રહી છે. ઘટના અંગે જિલ્લા પોલીસ વડાને જાણ કરવામા આવી હતી અને પછી પોલીસતંત્ર આળસ મરડીને બેઠું થયું હતું.


patan live news GJ 24

રિપોર્ટર ગોવાભાઈ આહીર પાટણ

Post a Comment

Previous Post Next Post