સુરત/ ખ્વાજાનગરની ગલીઓમાં આતંક મચાવનારા ચિયા ગેંગના પન્ટરોનું કઢાયું સરઘસ




  સુરત/ ખ્વાજાનગરની ગલીઓમાં આતંક મચાવનારા ચિયા ગેંગના પન્ટરોનું કઢાયું સરઘસ 

સુરતના સલાબતપુરા વિસ્તારમાં આવેલા ખ્વાજાનગરમાં કેટલાક અસામાજિક તત્વોના ટોળાએ હાથમાં તલવાર, ચપ્પુ જેવા ઘાતક હથિયારો લઈને ભારે આતંક મચાવ્યો હતો.અસામાજીક તત્વોના ટોળાએ ખ્વાજાનગરની ગલીઓમાં હથિયારો સાથે ફરી નિર્દોષ લોકોને મારમારી તેમના વાહનોમાં તોડફોડ કરી નુકશાન કર્યું હતું. જયારે આ તત્વોનો આતંક જોઈ સ્થાનિક લોકો બહુજ ડરી ગયા હતા અને ભયભીત થઇ ગયા હતા.લોકોમાં નાશભાગ મચી ગઈ હતી.ઘણા લોકો પોતાના ઘરમાં સંતાય ગયા હતા.

જયારે આ બદમાશો ખુલ્લેઆમ પોલીસ સામે પડકાર ફેંકતા હોય કાયદાને ખિસ્સામાં લઈને ફરતા હોય તે રીતે બેફામ બની પોતાની ભાઈગીરી બતાવા અને સામાન્ય લોકોમાં ડર ફેલાવવા આતંક મચાવી દીધા હતા.જોકે આ તત્વોના આતંકનો વિડીયો વાયરલ થયા બાદ પોલ્સી હકરતમાં આવી હતી અને તાત્કાલિક તપાસ હાથ ધરી ટેવોના તોડા પૈકી બે ની ધરપકડ અટક કરી હતી.એટલુંજ નહીં આતંક મચાવનારા આ બને તત્વોના પોલીસે જાહેરમાં સરઘસ કાઢી ભાગીરી ઠેકાણે લાવી દીધી હતી.


સલાબતપુરા પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પોલીસે ઉત્પાત અને તોફાન મચાવનારા આરોપીઓ પૈકી આરોપી રોઝાન ઉર્ફે સદ્દામ ઉર્ફે છોટુ ઉસ્માન (રહે- બાખડ મોહલ્લો માનદરવાજા ) અને સાજીદ ઉર્ફે કાલીયા સજ્જાદ શેખ ( રહે- ખ્વાજાનગર માનદરવાજા ) ની ગઈ કાલે ધરપકડ કરી હતી.આરોપીઓની ધરપકડ કર્યા બાદ પોલીસ દવારા આ બને આરોપીઓના જાહેરમા સરઘસ કાઢવામાં આવ્યો હતો.એટલું જ નહીં દાખલારૂપ વાત એ હતી કે આ તત્વો પોતાની ગેંગ સાથે બે દિવસ પહેલા ખ્વાજાનગરની જે ગલીમાં ખુલ્લેઆમ હથિયારો લઈને ઉત્પાત મચાવતા હતા,લોકોમાં પોતાનો ફેલાવી રહ્યા હતા તે ગલીઓમાં પોલીસે આરોપીઓને જાહેરમાં ફેરવ્યા હતા.બે દિવસ અગાઉ આ તત્વો જે ગલીઓમાં જાહેરમાં લોકોને ગાળો આપી રહ્યા હતા,હથિયારો બતાવી પોતાનો વર્ચસ્વ જમાવી ભાઈગીરી બતાવી રહયા રહ્યા હતા તે ગલીઓમાં નતમસ્તક થઇ થઇ ઘૂંટણ ટેકી દીધા હતા.કાયદાની કડકાઈ સામે આ તત્વોની શાણ ઠેકાણે આવી ગઈ હતી.


પોલીસે આરોપીઓની ધરપકડ કાર્ય બાદ બપોરે કોર્ટમાં રજુ કરી દીધા હતા.વધુમાં જાણવા મળ્યું હતું કે ખ્વાજા નગરમાં આતંક મચાવનારા આ તત્વો કુખ્યાત ચિયા ગેંગના સભ્યો હતા.અને બે દિવસ અગાઉ સાંજનાસમયે જ્યારે મુસ્લિમ બિરાદરો પવિત્ર રમઝાન માસને લઈને ઇફ્તારીને તૈયારીઓ કરી રહયા હતા તે પહેલા જ આ તત્વો હથિયારો લઈને ઘુસી ગયા હતા દેખા હતા અને આતંક મચાવતા હતા. બદમાશોના આતંકની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરા પણ કેદ થઇ હતી.


patan live news GJ 24

રિપોર્ટર ગોવાભાઈ આહીર પાટણ

Post a Comment

Previous Post Next Post