રાધનપુર તાલુકાના ત્રણ ગામો અને પાટણની સાગોટાની શેરીઓમાં લાગ્યા ચૂંટણી બહિષ્કારના બેનર્સ


  રાધનપુર તાલુકાના ત્રણ ગામો અને પાટણની સાગોટાની શેરીઓમાં લાગ્યા ચૂંટણી બહિષ્કારના બેનર્સ 

લોકસભાની ચૂંટણીઓ જાહેર થતા હવે પ્રજા પોતાના પડતર પ્રશ્નોને લઇ વિરોધ, અને આંદોલનોના મૂડમાં આવી છે. પાટણ જિલ્લામાં મોટાભાગના ગામોમાં સ્થાનિક સમસ્યાઓને લઈ ચૂંટણી બહિષ્કારની ચીમકીઓ આપવામાં આવે છે, ત્યારે પાટણ શહેરમાં અશાંત ધારા મુદ્દે વોર્ડ 8,9,10 ના રહીશો દ્વારા છેલ્લા એક મહિનાથી વિરોધ ચાલી રહ્યો છે. ત્યારે આજે આ વિસ્તારમાં લોકસભાની ચૂંટણીના બહિષ્કાર કરવામાં આવશે.

શહેરની સાગોટાની શેરીમાં લાગ્યા ચૂંટણી બહિષ્કારના બેનર

સંખ્યાબંધ રજૂઆતો બાદ પણ કોઈ કાર્યવાહી ન થતા સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો છે ,સાગોટાની પ્રથમ અને બીજી શેરીમાં કુલ 500 જેટલા મતદારો છે, અશાંતધારો લાગુ નહીં થાય ત્યાં સુધી એક પણ ચૂંટણીમાં મતદાન નહીં કરવાનો સ્થાનિકોનો નિર્ણય લીધો છે.નોંધનીય છે કે આ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના મીડિયા સેલ ના પ્રમુખ ખુદ આ વિસ્તારમાં મકાન ધરાવે છે અને પરોક્ષ રીતે તેઓ અત્રે ના રહીશોને અશાંત ધારા માટે માર્ગ દર્શન આપતા હોવાનું બહાર આવ્યું છે 

નજુપુરા, શેરગઢ અને શબ્દલપુરા ગામના લોકોએ લોકસભાની ચૂંટણીના બહિષ્કારના લગાવ્યા બોર્ડ

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નજુપુરા, શેરગઢ અને શબ્દલપુરા ગામના લોકોએ લોકસભાની ચૂંટણીના બહિષ્કારના લગાવ્યા બોર્ડ તો રોડ રસ્તાની સમસ્યાને લઈને બોર્ડ લગાવી ચૂંટણી બહિષ્કાર કરવાના લગાવ્યા રાધનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટી સંગઠનના પ્રમુખ લગધીરભાઈ ચૌધરીના ગામના લોકો ચૂંટણી બહિષ્કારના બોર્ડ લગાવી વિકાસથી વંચિત હોય તેવા સૂત્ર ચાર કરી રહ્યા છે રાધનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની અંદર સંસદ સભ્ય વિકાસની કરી રહ્યા છે વાતો પરંતુ લોકોનો વિકાસ ન થયો હોય તેનો લોકો દર્શાવી રહ્યા છે વિરોધ એક બાજુ મોદી સાહેબની ગેરંટીની વાતો બીજી બાજુ લોકો મતદાનનો બહિષ્કારની કરી રહ્યા છે વાત ખુદ ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખ સંગઠનના ગામના લોકો જ મતદાનનો બહિષ્કારની કરી રહ્યા છે સુત્રો ચાર કર્યા હતા.


patan live news GJ 24

રિપોર્ટર ગોવાભાઈ આહીર પાટણ

Post a Comment

Previous Post Next Post