વડોદરા / કથિત જિલ્લા ભાજપનું ફેસબુક પેજ હેક, અશ્લિલ વીડિયો અપલોડ થયા, હોદ્દેદારો અજાણ!

વડોદરા / કથિત જિલ્લા ભાજપનું ફેસબુક પેજ હેક, અશ્લિલ વીડિયો અપલોડ થયા, હોદ્દેદારો અજાણ! 

વડોદરા જિલ્લા ભાજપની ઘોર બેદરકારી સામે આવી છે. ફેસબુક પર છેલ્લા કેટલાક દિવસોથી BJP VADODRA JILLA નામના પેજ પર અશ્લિલ કન્ટેન્ટ અપલોડ થઈ રહ્યા છે. કહેવાય છે કે, 6 માર્ચથી આ એકાઉન્ટ હેક થયું છે. આ કથિત જિલ્લા ભાજપા ફેસબુક એકાઉન્ટ પેજ પર અશ્લિલ પોસ્ટો અપલોડ થતી હોવા છતાય તેને ડિલીટ મારવા જેવી કે અન્ય કોઈ રીતે આ પેજ પર કાર્યવાહી નથી કરાઈ.

આ પણ વાંચોઃ આ બેઠક પર વર્ષોથી એક જ પરિવારનું રાજ, બેઠક પર પુરુષ કરતા મહિલા મતદારો વધુહજી પણ આ પેજ પર અશ્લિલ કન્ટેન્ટો એ જ સ્થિતિમાં જોવા મળી રહ્યા છે, અને સાથે જ પ્રધાનમંત્રી અને કેન્દ્રિય ગૃહમંત્રીના કાર્યક્રમોના વીડિયો પણ જોવા મળી રહ્યા છે. આ મામલે સાયબર ક્રાઇમમાં માત્ર અરજી કરી સંતોષ માન્યો હોવાનું કહેવાય છે.હજુ પણ હેક થયેલા એકાઉન્ટ પર સાયબર માફીયાઓ સક્રિય હોવાની વિગતો જાણવા મળી રહી છે. એક તરફ આજ હેક એકાઉન્ટ પર પ્રધાનમંત્રીના કાર્યક્રમોના લાઈવ પોસ્ટ થાય છે, બીજી તરફ બીભત્સ અને અશ્લિલ વીડિયોની પોસ્ટ મુકાય છે.મળતા અહેવાલ પ્રમાણે 6 માર્ચથી જિલ્લા ભાજપનું ફેસબુક એકાઉન્ટ હેક થયું છતાંય હોદ્દેદારોને જાણ નથી. ભાજપના પેજ પર 15 દિવસથી અશ્લિલ વીડિયો અપલોડ થઈ રહ્યા છે. શિસ્તને વરેલી પાર્ટીની આટલી મોટી બેદરકારી કેવી રીતે હોઈ શકે?


patan live news GJ 24

રિપોર્ટર ગોવાભાઈ આહીર પાટણ 


  

Post a Comment

Previous Post Next Post