બનાસકાંઠાઃ ભૂખ હડતાલ પર ઉતરેલી આશા વર્કર મહિલાની તબિયત બગડી, હોસ્પિટલ ખસેડાઈ
બનાસકાંઠાઃ ડીસામાં 10 માસથી વેતન ન ચુકવાતા આશા વર્કર બહેનોએ ભૂખ હડતાલ પર ઉતરી સરકાર વિરોધી નારા લગાવ્યા છે. મહત્ત્વનું છે કે, બનાસકાંઠામાં ડીસા અને દાંતા તાલુકાની આશા વર્કર બહેનોને વેતન નથી ચૂકવાયુ.
આ પણ વાંચોઃ સુરેન્દ્રનગર / ગણોતરધારામાં ફેરફાર થવાના અહેવાલથી ખેડૂતો નારાજ, કર્યા આ મોટા આક્ષેપકંટાળેલી આશા વર્કર બહેનો મામલતદાર કચેરીના પ્રાંગણમાં ધરણા પર બેઠી હતી. અને ભાજપ હાય હાય, મુખ્યમંત્રી હાય હાયના નારા લગાવ્યા હતા. બે દિવસમાં વેતન નહીં ચૂકવાય તો ચૂંટણી બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી હતી. કંટાળેલી આશા વર્કર બહેનોએ ચૂંટણીમાં સરકાર વિરોધી પ્રચાર કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.ત્યારે હવે જાણવા મળી રહ્યું છે કે, ભૂખ હડતાલ ઉપર ઉતરેલી આશા વર્કર મહિલાની તબિયત બગડી છે. મહિલાની તબિયત બગડતા 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. 50 ટકા ટોપ અપ અને 2500 વેતન વધારાની માંગ સાથે હડતાલ પર બેઠેલી આશા વર્કર મહિલાની તબિયત બગડી હતી.
patan live news GJ 24
રિપોર્ટર ગોવાભાઈ આહીર પાટણ