સુરત/ સુમુલ ડેરીના નામે ડુપ્લિકેટ ઘી વેચનારા 3 ઝડપાયા, 500 મીલીના 12 પાઉચ કરાયા કબ્જે
સુરતમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં થઈ રહ્યાં હોવાનું સામે આવ્યું હતું. સુમુલ ડેરીના નામે ડુપ્લિકેટ ઘી વેચનારા પર તવાઈ આવી હતી. સુમુલ ડેરીના લીગલ અધિકારીઓને મળેલી બાતમીના આધારે ડુપ્લિકેટ ઘી વેચનારા પર દરોડા કરવામાં આવ્યાં હતાં. જેમાં ડુપ્લિકેટ ઘી વેચનારા 3ને ઝડપી લઈને પોલીસ હવાલે કરવામાં આવ્યાં હતાં. હાલ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વરાછા વિસ્તારમાં સુમુલ ડેરીના નામે ડુપ્લિકેટ ઘી વહેંચતા ત્રણ ઝડપાયા હતાં. સુમુલ ડેરીના લિગલ અધિકારીને ડુપ્લિકેટ ઘી બાબતે માહિતી મળી હતી. લિગલ અધિકારીની ફરિયાદના આધારે તપાસ કરતા ડુપ્લિકેટ ઘી મળી આવ્યું હતું. જૂની શક્તિ વિજયમાં અરિહંત કિરાણામાં ઘી વેચાતું હતું.પોલીસે બે દુકાન માલિક બે ભાગીદાર અને ઘી આપનારને ઝડપી પાડયા હતા. પોલીસે 500 મીલીના 12 ડુપ્લિકેટ ઘીના પાઉચ કબ્જે કર્યા હતાં. લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા ભેળસેળિયા પોલીસ પકડમાં આવ્યા હતાં. આરોપીઓ દ્વારા સુમુલ ડેરીના ઘીના પાઉચ જેવા જ પ્લાસ્ટિકના પાઉચમાં ઘી વેચવામાં આવતું હતું.
patan live news GJ 24
રિપોર્ટર ગોવાભાઈ આહીર પાટણ