Panchmahal / હાલોલ કોર્ટમાં કોર્ટ કાર્યવાહીનું ગુપ્ત રીતે વીડિયો રેકોર્ડિંગ કરનાર બે વકીલ સામે નોંધાયો ગુનો


 Panchmahal / હાલોલ કોર્ટમાં કોર્ટ કાર્યવાહીનું ગુપ્ત રીતે વીડિયો રેકોર્ડિંગ કરનાર બે વકીલ સામે નોંધાયો ગુનો

Panchmahal Halol News હાલોલ કોર્ટમાં ચાલી રહેલી કામગીરીનું ગુપ્ત કેમેરા દ્વારા શૂટિંગ કરવાનો પ્રયત્ન કરનાર બે વકીલો સામે કોર્ટ દ્વારા હાલોલ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે.

હાલોલની કોર્ટમાં પોક્સો કેસની સુનાવણી ચાલી રહી હતી તે દરમિયાન કોર્ટમાં દલીલો કરવા આવેલા બે વકીલો દ્વારા કોર્ટના કામકાજનું ગુપ્ત કેમેરા દ્વારા શૂટિંગ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. તે અંગે કોર્ટમાં હાજર સ્ટાફનું ધ્યાન જતા બંને વકીલોને કોર્ટ રૂમનું ગુપ્ત રીતે શૂટિંગ કરતા અટકાવવા પ્રયત્ન થયો હતો.શૂટિંગ કરી રહેલા વકીલ પરવેઝ શેખ અને જીગ્નેશ જોશીએ કોર્ટમાં બૂમો પાડી કોર્ટના સ્ટાફ સાથે ઝપાઝપી કરી હતી. જે મામલે કોર્ટના રજિસ્ટ્રાર દ્વારા હાલોલ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ આપવામાં આવતા પોલીસે બંને વકીલો સામે ગુનો નોંધી કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી હતી.

patan live news GJ 24

રિપોર્ટર ગોવાભાઈ આહીર પાટણ

Post a Comment

Previous Post Next Post