VADODARA / મંજુસર GIDCમાં ગ્રાઈન્ડર મશીન પરનો ઘઉંનો ટાંકો તૂટતા એક મજૂરનું મોત, બે ઘાયલ


VADODARA / મંજુસર GIDCમાં ગ્રાઈન્ડર મશીન પરનો ઘઉંનો ટાંકો  તૂટતા એક મજૂરનું મોત, બે ઘાયલ 

Vadodara News વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આવેલી મંજુસર GIDCમાં એક દુર્ઘટનામાં એક મજૂરનું મોત થયું છે, જયારે બે મજૂર ઘાયલ થયા છે. 

મંજુસર GIDCમાં આવેલી પૂનમ આટા મીલમાં ગ્રાઈન્ડર મશીન પરનો ઘઉંનો ટાંકો તૂટતા ત્રણ મજૂરો દબાયા હતા. દબાયેલા આ ત્રણ મજૂરોમાંથી બે મજૂરોનો બચાવ થયો હતો, જયારે એક મજૂરનું કરૂણ મોત થયું છે. પૂનમ આટા મીલ ઘઉંને દળીને લોટ બનાવે છે. આ માટેના ગ્રાઈન્ડર મશીનના ટાંકામાં આશરે 300 ટન જેટલા ઘઉં હતા. આ ઘઉંનો ટાંકો તૂટતા ત્રણ મજૂરો દબાયા હતા. JCB મશીન દ્વારા આ મજૂરોને બહાર કાઢવામાં આવ્યાં હતા, જેમાં એક મજૂરનું મોત થયું અને ઘાયલ બે મજૂરોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.


patan live news GJ 24

રિપોર્ટર ગોવાભાઈ આહીર પાટણ

  

Post a Comment

Previous Post Next Post