200ની લાંચ લેતા ઝડપાયા, બે કોન્સ્ટેબલે પોલીસની આબરૂના કાંકરા કર્યા


  રૂ.200ની લાંચ લેતા ઝડપાયા, બે કોન્સ્ટેબલે પોલીસની આબરૂના કાંકરા કર્યા 

અમદાવાદમાં બે પોલીસ કોન્સ્ટેબલે માત્ર રૂ.200 માટે ખાખીને લજવી છે. વટવા વિસ્તારમાં આ બે કોન્સ્ટેબલ હોમગાર્ડ સાથે મળીને રૂ.200ની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા છે. 

ACBને માહિતી મળી હતી કે  અમદાવાદ શહેર-જિલ્લા તથા સુરેન્દ્રનગર જિલ્લાના વિસ્તારમાં પોલીસ અધિકારી, કર્મચારી, જી.આર.ડી., ટી.આર.બી. તથા વચેટીયા, રોડ ઉપર આવતા-જતા વાહન ચાલકો પાસે કાયદેસરના કાગળો હોવા છતા, યેનકેન પ્રકારે બહાના કાઢી હેરાન કરી રૂ.200/- થી 5000/- સુધીની લાંચ લે છે. આ માહિતીને આધારે આવા લાંચિયા પોલીસકર્મી-જી.આર.ડી.- ટી.આર.બી. તથા વચેટીયાઓને લાંચ લેતા પકડવા માટે ACBએ ગામડી ત્રણ રસ્તા . એસ. પી. રિંગ રોડ , વટવા , અમદાવાદ શહેરમાં છટકું ગોઠવ્યું હતું. ACBએ એક જાગૃત નાગરિકને વાહનચાલક તરીકે મોકલ્યો હતો. આ દરમિયાન આ બે કોન્સ્ટેબલ તથા એક હોમગાર્ડે હેતુલક્ષી વાતચીત કરી રૂ.200ની લાંચની માગણી કરી હતી. આ દરમિયાન ACBએ આ ત્રણેયને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યાં છે. પકડાયેલા આરોપીઓના નામ 

બળદેવભાઈ કાંતિભાઈ ચુનારા , હોમગાર્ડ, વટવા પોલીસ સ્ટેશન, અમદાવાદ શહેર.

નવીનચંદ્ર રૂપાજી ડામોર ,  અનાર્મ પો. કો. બ. ન.5990 , વટવા પો સ્ટે. અમદાવાદ શહેર

અશ્વિનકુમાર કનૈયાલાલ બલાત , આર્મ પો. કો. (ડ્રાઈવર) બ. ન. 1439, વટવા પો. સ્ટે. અમદાવાદ શહેર.


patan live news GJ 24

રિપોર્ટર ગોવાભાઈ આહીર પાટણ 

Post a Comment

Previous Post Next Post