અમદાવાદ / ACP અને મોડ-2 PSIની જુગલબંધી, ચૂંટણી પર બદલી થઈ અને માત્ર 15 જ દિવસમાં પાછા આવી ગયા!


  અમદાવાદ / ACP અને મોડ-2 PSIની જુગલબંધી,  ચૂંટણી પર બદલી થઈ અને માત્ર 15 જ દિવસમાં પાછા આવી ગયા! 

અમદાવાદ શહેર પોલીસમાં ACP અને મોડ-2 PSIની જુગલબંધીની પોલીસબેડામાં  અંદરખાને ચર્ચાઓએ જોર પકડ્યું છે. અમદાવાદ શહેર પોલીસ વિભાગમાં છેલ્લા કેટલાક મહિનાઓથી બદલીઓનો દોર ચાલી રહ્યો છે, જેમાં પોલીસ કોન્સ્ટેબલથી લઈને PSI અને PIની નિમણુંક પણ કરવામાં આવી છે.

આગામી  મહિનામાં ચૂંટણી યોજાવવાની છે,  જેના ભાગરૂપે ત્રણ વર્ષ કે તેનાથી વધુ સમય એક જ પોલીસ સ્ટેશન અથવા તો એક જ એજન્સીમાં ફરજ બજાવી હોય તેવા તમામ પોલીસ અધિકારીઓની બદલી કરી દેવામાં આવી છે.આ બદલી અને બઢતીના ઘાણમાં એક અમદાવાદ શહેરની મધ્યમાં આવેલી એક પોલીસ એજન્સીના PSIની પણ અમદાવાદથી વડોદરા બદલી કરવામાં આવી હતી. પરંતુ આ PSIએ એવી ACP સાથે એવી જુગલબંધી કરી લીધી કે બદલીના માત્ર 15 જ દિવસમાં આ PSIએ વડોદરાથી પાછુ અમદાવાદમાં પોસ્ટીંગ મેળવી લીધું છે.પોલીસબેડામાં એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે એક એજન્સીના ACPની ખુશામત આ મોડ-2 PSIને ફળી ગઈ છે. ઘણાં વર્ષોથી ACPનો વહીવટ વિવાદ વિના સંભાળી લેવાનું ફળ આ PSIને મળ્યું છે.ACPના અંગત કામોને સિફતપૂર્વક પાર પાડવાની મહારત હાંસલ કરવાના લીધે આ આ મોડ-2 PSI પર એજન્સીના ACPના ચાર હાથ છે.આ મોડ-2 PSI અગાઉ પણ એજન્સીમાં ફરજ બજાવતા હતા અને બીજી એજન્સીના ACPનો વહીવટ સંભાળતા હતા.વહીવટ એટલી સારી રીતે કરતા હતા કે ત્રણ વર્ષમાં એક પણ વિવાદમાં આવ્યા વિના પડદા પાછળ કળા કરતા રહ્યા અને આ જ કળાના લીધે તેમની બદલી વડોદરા થઈ તેના 15 જ દિવસમાં PSIનો  બદલીનો ઓર્ડર આવ્યો અને તેમાય પદર ખર્ચે બદલી કરવામાં આવી હતી. વડોદરાથી 15 જ દિવસમાં બદલી કરાવીને પાછા આવેલા આ PSIએ એક નવી કળા શરુ કરી છે. આમ તો શહેરની ટોપ એજન્સીમાં નિમણુંક કરાવવા માટેના ધારા-ધોરણો હોય છે, જેમાં પોલીસ કર્મચારીની ઉત્તમ કામગીરી એ સૌ પ્રથમ લાયકાત સૌથી અગત્યની હોય છે. પરંતુ આ PSIએ સીનીયર અધિકારીઓને એટલી ચાલાકીથી સમજાવ્યાં કે જેના લીધે શહેરમાં આવેલી આ એજન્સીમાં તાજેતરમાં કોન્સ્ટેબલરી સ્ટાફની નિમણુંક કરવામાં આવી તેમાંથી મોટાભાગના કોન્સ્ટેબલોના રેફરન્સમાં આ PSIની રજામંદી હોવાની વાત પણ સંભળાઈ રહી છે. એટલું જ નહીં, પણ એજન્સીમાં નિમણુંક કરવામાં આવેલા કોન્સ્ટેબલોની ખરાઈ પણ કરવામાં આવી 


patan live news GJ 24

રિપોર્ટર ગોવાભાઈ આહીર પાટણ

Post a Comment

Previous Post Next Post