બનાસકાંઠા / BISના લાયસન્સ વગર પેકેજ્ડ ડ્રિંકિંગ વોટરનું ઉત્પાદન કરતા યુનિટ પર કાર્યવાહી, 26136 પાણીની બોટલો જપ્ત


 બનાસકાંઠા / BISના લાયસન્સ વગર પેકેજ્ડ ડ્રિંકિંગ વોટરનું ઉત્પાદન કરતા યુનિટ પર કાર્યવાહી, 26136 પાણીની બોટલો જપ્ત 

બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં આવેલી GIDCમાં ભારતીય માનક બ્યુરો (Bureau of Indian Standards-BIS) પાસેથી માન્ય લાયસન્સ લીધા વિના ISI માર્ક ધરાવતા પેકેજ્ડ ડ્રિંકિંગ વોટરના ઉત્પાદનમાં સંડોવાયેલા હોવાની માહિતીના આધારે શ્રી એન્ટરપ્રાઇઝ પર BIS દ્વારા દરોડા પાડવામાં આવ્યાં હતા. દરોડા દરમિયાન શ્રી એન્ટરપ્રાઇઝમાંથી ISI માર્ક ધરાવતા પેકેજ્ડ ડ્રિંકિંગ વોટરની 26136 બોટલો, shrink wrap labelના carton અને સ્ટીકર લેબલના 15 રોલ જપ્ત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો રૂપાલા વિવાદમાં મોટા સમાચાર / કાઠી ક્ષત્રિય સમાજે પરશોત્તમ રૂપાલાને જાહેર કર્યું સમર્થનપેકેજ્ડ ડ્રિંકિંગ વોટરનું ઉત્પાદન ભારત સરકારના આદેશ મુજબ BIS લાયસન્સ દ્વારા ફરજિયાત પ્રમાણીકરણમાં આવે છે, જે સૂચવે છે કે કોઈપણ વ્યક્તિ ભારતીય માનક બ્યુરોમાંથી માનક ચિન્હ માટે (ISI) લાઇસન્સ મેળવ્યા વિના ઉત્પાદક ઉત્પાદન કરી શકશે નહીં. ભારતીય માનક બ્યુરોની પૂર્વ પરવાનગી વિના ISI માર્કાનો ઉપયોગ કરવાવાળાની વિરુધ્ધ ભારતીય માનક બ્યુરો અધિનિયમન, 2016ના અનુચ્છેદ 17ના ઉલ્લંઘનની કાર્યવાહી કરવામાં આવે છે. આ અપરાધ દંડનીય છે, જે અંતર્ગત બે વર્ષની જેલ અથવા ઓછામાં ઓછા રૂ. 2 લાખ/- આર્થિક દંડ અથવા બંને સજાની જોગવાઈ છે.બેઈમાન ઉત્પાદક જનતાને છેતરવા માટે ભારતીય માનક બ્યૂરોના લાયસન્સ લીધા વગર ISI માર્કાનો ઉપયોગ કરીને આવા ઉત્પાદનોનું ઉત્પાદન-વેચાણ કરતા હોય છે. ભારતીય માનક બ્યૂરો સમય સમય પર આવા પ્રકારની સામગ્રીના ઉપયોગથી થતી છેતરામણી અને સંભવિત સુરક્ષા ખતરાથી આમ જનતાને બચાવવા માટે ISI માર્કના દુરુપયોગની મળેલ/કરેલ ફરિયાદ અનુસાર અવારનવાર સંખ્યાબધ દરોડા કરતી હોય છે.


patan live news GJ 24

રિપોર્ટર ગોવાભાઈ આહીર પાટણ

Post a Comment

Previous Post Next Post