પશુપાલકો માટે આનંદો : બનાસડેરીએ દૂધના ભાવમાં કર્યો વધારો, જાણો નવો ભાવ


 પશુપાલકો માટે આનંદો : બનાસડેરીએ દૂધના ભાવમાં કર્યો વધારો, જાણો નવો ભાવ 

બનાસકાંઠા જિલ્લાના લાખો પશુપાલકો બનાસ ડેરી સાથે જોડાયેલા છે. ત્યારે પશુપાલકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. બનાસ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂપિયા 15 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ નિર્ણયના પગલે પશુપાલકોને ફાયદો થશે.

પ્રતિ કિલો ફેટે 15 રૂપિયાનો વધારો કરાયોબનાસડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે 15 રૂપિયાનો વધારો કર્યો છે. આ વધારો કરાયા બાદ પશુપાલકોને પ્રતિકિલો ફેટે રૂ. 820 મળશે. અગાઉ દૂધના પ્રતિકિલો ફેટે 805 રૂપિયા મળતા હતા.આ પણ વાંચો ગેનીબેનનો ભાજપ પર મોટો આરોપ, “મારું ફોર્મ રદ્દ કરાવવા ત્રણ-ત્રણ વકીલ રાખ્યા છે”બનાસ ડેરીએ પશુપાલકોના હિતમાં નિર્ણય લીધોદૂધ ઉત્પાદકો દૂધના વ્યવસાય થકી આર્થિક વિકાસ હાંસલ કરી શકે તે માટે બનાસ ડેરી દ્વારા પશુપાલકોના હિતમાં નિર્ણય લેવાયો છે. દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂપિયા 15નો વધારો કરવામાં આવ્યો છે.


patan live news GJ 24

રિપોર્ટર ગોવાભાઈ આહીર પાટણ

Post a Comment

Previous Post Next Post