બનાસકાંઠા/ કાંકરેજના દુદાસણમાં પોણા ત્રણ કરોડની ખનીજ ચોરી ઝડપાઇ, ત્રણ હિટાચી મશીન- 12 ડમ્પર કબ્જે કરાયા


   બનાસકાંઠા/ કાંકરેજના દુદાસણમાં પોણા ત્રણ કરોડની ખનીજ ચોરી ઝડપાઇ, ત્રણ હિટાચી મશીન- 12 ડમ્પર કબ્જે કરાયા 

બનાસકાંઠામાં કરોડો રૂપિયાની ખનીજ ચોરી ઝડપાઇ છે.કાંકરેજના દુદાસણમાંથી પોણા ત્રણ કરોડની ખનીજ ચોરી ઝડપાઇ છે.આ દરમિયાન ત્રણ હિટાચી મશીન અને 12 ડમ્પર કબ્જે કરવામાં આવ્યા હતા.

કાંકરેજમાંથી ખનીજ ચોરી ઝડપાઇકાંકરેજના દુદાસણમાં બનાસકાંઠા ભુસ્તર વિભાગની ટીમે મોડી રાત્રે કાર્યવાહી હાથ ધરતા પોણા ત્રણ કરોડની ખનીજ ચોરી ઝડપી પાડી હતી. આ દરમિયાન ભુસ્તર વિભાગની ટીમે ત્રણ હિટાચી મશીન, 12 ડમ્પર સાથે 2.80 કરોડનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જપ્ત કરેલા તમામ વાહનોને શિહોરી પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા.બિન અધિકૃત ખનન સ્થળની માપણી કરવામાં આવી હતી. SOG પોલીસે ખનીજ ચોરી ઝડપી ખનીજ વિભાગને સોપી હતી. તંત્રએ ખનીજ માફિયાઓ વિરૂદ્ધ કડક હાથે કાર્યવાહી હાથ ધરતા બનાસકાંઠાના ખનીજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.


patan live news GJ 24

રિપોર્ટર ગોવાભાઈ આહીર પાટણ

Post a Comment

Previous Post Next Post