અમદાવાદ : કેન્દ્ર સરકારનો નકલી અધિકારી ઝડપાયો, કારમાં લાલ બત્તી-નકલી નંબર પ્લેટ લગાવી રોફ જમાવતો

અમદાવાદ : કેન્દ્ર સરકારનો નકલી અધિકારી ઝડપાયો, કારમાં લાલ બત્તી-નકલી નંબર પ્લેટ લગાવી રોફ જમાવતો 

રાજ્યમાં નકલીનો રાફડો ફાટ્યો હોય તેમ નકલી સરકારી કચેરી, નકલી PA, નકલી PMO, નકલી CMO, નકલી આઈપીએસ, નકલી DYSP બાદ હવે અમદાવાદમાંથી કેન્દ્ર સરકારના હોમ ડિપાર્ટમેન્ટના અધિકારી બની રોફ જમાવનારની ગુજરાત યુનિવર્સિટી પોલીસે ધરપકડ કરી છે.

લોકસભાની ચૂંટણીને શહેરમાં વિવિધ જગ્યાએ પોલીસ બંદોબસ્ત અને વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આરોપી સૌરીન પોતાની દિલ્હી પાસિંગ DL 03 CCM 9591 નંબરની ક્રેટા ગાડી લઈને નીકળ્યો હતો. આ ગાડીમાં પોલીસની સરકારી વાહનોમાં લાગે તેવી લાલ અને વાદળી લાઈટ લગાવેલી હતી. અને સરકારી ગાડીમાં ઈમરજન્સી સમયે વાગે તેવું હુટર લગાવ્યું હતું. પોલીસને શંકા જતા કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, કાર ન રોકતા ગુજરાત યુનિવર્સિટી પોલીસે પીછો કરીને વિજય ચાર રસ્તા નજીક તેને અટકાવી પૂછપરછ કરતા નકલી અધિકારીનો ભાંડો ફૂટી ગયો હતો.આ પણ વાંચો અમદાવાદ મણિનગરમાં AMTS બસે કચડતા ટુ-વ્હીલર ચાલકનું મોત, CCTV ફૂટેજ આવ્યા સામેઆરોપી માઈક્રોસોફ્ટ કંપનીમાં કરે છે નોકરીપોલીસ તપાસમાં સામે આવ્યું કે, આરોપી સૌરીન પશ્ચિમ બંગાળના કોલકતાનો રહેવાસી છે. સોફ્ટવેર એન્જીનિયર છે. તે પુનામાં આવેલી માઈક્રોસોફ્ટ કંપનીમાં નોકરી કરે છે. સૌરીનને સરકારી અધિકારીઓની જેમ લાલ લાઈટ વાળી ગાડીમાં ફરીને રોફ જમાવવાનો ખૂબ જ શોખ હતો. અગાઉ પણ તે પશ્ચિમ બંગાળમાં આ પ્રકારે લાલ લાઈટવાળી ગાડીમાં નકલી અધિકારી બનીને રોફ જમાવતા ઝડપાયો હતો અને તેની વિરુદ્ધ ગુનો પણ નોંધાયો હતો.બંગાળનું અસલી પાસિંગ બદલીને દિલ્હીનું નકલી પાસિંગ લગાવ્યુંઆ કેસમાં સૌરીને પશ્ચિમ બંગાળનું અસલી પાસિંગ બદલીને દિલ્હીનું નકલી પાસિંગ લગાવ્યુ હતું. આ ઉપરાંત સરકારી વાહનમાં લગાવેલી લાઈટ અને હુટર લગાવીને રોફ જમાવી રહ્યો હતો. એટલું જ નહીં કારમાં ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા લખ્યું હતું. હાલમાં ગુજરાત યુનિવર્સિટી પોલીસે લાલ લાઈટ અને હુટર ક્યાંથી લગાવ્યું તેમજ આરોપીએ નકલી અધિકારી બનીને કોઈની સાથે છેતરપિંડી આચરી છે કે નહીં તે મુદ્દે વધુ પૂછપરછ શરૂ કરી છે.


patan live news GJ 24

રિપોર્ટર ગોવાભાઈ આહીર પાટણ

  

Post a Comment

Previous Post Next Post