ભાજપના નેતાને રાહુલ ગાંધી અંગેની ટિપ્પણી પડી ભારે, ચૂંટણી પંચે ગણાવ્યો ભંગ આચારસંહિતાનો

   ભાજપના નેતાને રાહુલ ગાંધી અંગેની ટિપ્પણી પડી ભારે, ચૂંટણી પંચે ગણાવ્યો ભંગ આચારસંહિતાનો

ભાજપના નેતાને રાહુલ ગાંધી અંગેની ટિપ્પણી પડી ભારે, ચૂંટણી પંચે ગણાવ્યો ભંગ આચારસંહિતાનો
વિસાવદરમાં તારીખ 22ના ભાજપના કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે આપના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના આગેવાન ભૂપત ભાયાણી (Bhupat Bhayani)એ રાહુલ ગાંધી જેવા નપુંસક વ્યક્તિના હાથમાં દેશની કમાન ન સોંપી શકાય એવું જાહેર નિવેદન આપ્યું હતું ચૂંટણી તંત્રમાં આચારસંહિતા ભંગ અંગે કાર્યવાહી કરવા ફરિયાદ થઈ હતી.
વિસાવદર ચૂંટણી આચારસંહિતા અમલીકરણ અધિકારીએ ફરિયાદ બાદ તા.૨૨ના કાર્યક્રમ અંગેનો રિપોર્ટ વિસાવદર A.R.Oને આપ્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ તેમાં એવું દર્શાવાયું છે કે ભૂપત ભાયાણીએ રાહુલ ગાંધી વિશે વ્યક્તિગત નિવેદન જાહેરમાં આપ્યું હોવાથી આ કિસ્સામાં આચારસંહિતાનો ભંગ થતો હોવાનું સામે આવ્યું છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અંગે આપેલા વિવાદાસ્પદ નિવેદન અંગે જૂનાગઢમાં ભૂપત ભાયાણી વિરુદ્ધ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરત અમીપરાએ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી. કોંગ્રેસ નેતાએ ભાજપ નેતા ભૂપત ભાયાણી સામે આચાર સંહિતા ભંગની કાર્યવાહી કરવાની માંગ કરી છે.

patan live news GJ 24
રિપોર્ટર ગોવાભાઈ આહીર પાટણ

Post a Comment

Previous Post Next Post