જૂનાગઢમાં કોંગ્રેસના MLA અને PSI વચ્ચે બોલાચાલી, 'હું પ્રજાનો પ્રતિનિધિ છું, Dy.SP પણ ન રોકી શકે'


 જૂનાગઢમાં કોંગ્રેસના MLA અને PSI વચ્ચે બોલાચાલી, 'હું પ્રજાનો પ્રતિનિધિ છું, Dy.SP પણ ન રોકી શકે' 

ગુજરાતમાં લોકસભા ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો ઉમેદવારી પત્ર ભરી રહ્યા છે. ત્યારે આજે જૂનાગઢ લોકસભા બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર હીરા જોટવાએ ઉમેદવારી પત્ર ભર્યું હતું. આ દરમિયાન કલેક્ટર કચેરીની બહાર PSI અને ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા વચ્ચે બોલાચાલી થઈ હતી.

મળતી માહિતી અનુસાર, જૂનાગઢથી કોંગ્રેસના ઉમેદવાર હીરા જોટવા ઉમેદવારી ફોર્મ ભરવા માટે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. તેમની સાથે કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા સાથે હતા. આ દરમિયાન બંદોબસ્તમાં રહેલા PSIએ વિમલ ચુડાસમાની કાર સહિતનો કાફલો રોકતા તેઓ ગુસ્સે થયા હતા અને જાહેરમાં PSI સાથે રકઝક થઈ હતી.આ પણ વાંચો અમદાવાદ સરખેજમાં રૂ. 30 લાખની લેતી-દેતીમાં યુવક પર ફાયરિંગ, પોલીસે ફાયરિંગ કરનારની કરી અટકાયતવિમલ ચુડાસમાએ PSIને કહ્યું હતું કે, ‘હું પ્રજાનો પ્રતિનિધિ છું. ડીવાયએસપી પણ ન રોકી શકે. તમે કાયદા પ્રમાણે વર્તન કરો. કાયદો જેમ અમને લાગુ પડે છે એમ તમને પણ પડે છે.’રેલી યોજી કોંગ્રેસના ઉમેદવાર હીરા જોટવાએ ઉમેદવારી પત્ર ભર્યુંજુનાગઢ બેઠકથીના કોંગ્રેસના ઉમેદવાર હીરા જોટવાએ ઉમેદવારી પત્ર ભર્યા પહેલા ભવનાથ મહાદેવના દર્શન કર્યા હતા. ત્યારબાદ દોમડીયા વાળી ખાતે જાહેર સભા સંબોધી હતી. જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો અને કોંગ્રેસના કાર્યકરોની સાથે જુનાગઢના પ્રભારી વિક્રમ માડમ, ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત પક્ષના નાના મોટા નેતાઓ ઉપસ્થિત રહ્યા હતાં. સભા બાદ હીરા જોટવાએ જુનાગઢના જાહેર માર્ગો પર પગપાળા રેલી યોજી કલેકટર કચેરીએ ઉમેદવારી પત્ર ભર્યું હતું.


patan live news GJ 24

રિપોર્ટર ગોવાભાઈ આહીર પાટણ

Post a Comment

Previous Post Next Post