બનાસકાંઠા : પાલનપુરની એક પેઢીમાં દરોડા દરમિયાન 2700 કિલો શંકાસ્પદ ઘી ઝડપાયું


   બનાસકાંઠા : પાલનપુરની એક પેઢીમાં દરોડા દરમિયાન 2700 કિલો શંકાસ્પદ ઘી ઝડપાયું 

બનાસકાંઠાના પાલનપુરની એક પેઢીમાંથી ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમે દરોડા દરમિયાન 2700 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કર્યો છે. તેમજ અનમોલ પ્રીમિયમ બ્રાન્ડ ઘીના સેમ્પલ લઈ તપાસ અર્થે મોકલ્યા છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકામાં આવેલી ધાન્વી એન્ટરપ્રાઇઝમાં ઘીમાં ભેળસેળ કરાતી હોવાની ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમને બાતમી મળી હતી. જે બાતમીના આધારે શુક્રવારે પેઢીના માલિક હિતેશ મોદીની હાજરીમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જે દરમિયાન અનમોલ પ્રીમીયમ બ્રાન્ડ ઘીનાં 6 નમૂના અને અન્ય ઘીનાં 1 એમ કુલ 7 નમૂના લેવામાં આવ્યા હતા. સાથે 2700 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કર્યો છે. ઘીની કિંમત અંદાજે 17 લાખ રૂપિયા થાય છે. જ્યારે આ સેમ્પલ તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે.આ પણ વાંચો ACBએ પૂર્વ IAS અધિકારી એસ.કે. લાંગા અને તેમના પુત્ર સામે નોંધ્યો ગુનોબહારથી સસ્તું ઘી લાવી પેક કરીને ગુજરાત બહાર વેચતાવધુ તપાસ કરતા સામે આવ્યું કે, બહારથી તૈયાર સસ્તું ઘી લાવી પેક કરીને ગુજરાત બહાર અન્ય રાજ્યોમાં વેચતા હતા. એટલું જ નહીં ભૂતકાળમાં પણ ધાન્વી એન્ટરપ્રાઈઝ પેઢીમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. ઘીના નમૂના લઈ જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. જે તમામ જથ્થો ભેળસેળયુક્ત જણાતાં ૩ એડ્જ્યુડીકેટીંગ કેસમાં કુલ 21 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવેલ હતો.


patan live news GJ 24

રિપોર્ટર ગોવાભાઈ આહીર પાટણ

Post a Comment

Previous Post Next Post