અમરેલી ઈશ્વરીયા ગામે વીજળી પડતા 29 બકરાના મોત
રાજ્યમાં હાલ ભરઉનાળે કમોસમી વરસાદ પડ્યો છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો, તો ઘણી જગ્યાએ કરા પણ પડયા છે. અમરેલી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડ્યો છે. વરસાદ દરમિયાન ઈશ્વરીયા ગામે વીજળી પડતા 29 બકરાના મોત થયા છે.
એક જ માલધારીના 29 બકરાના મોત
આ અંગે મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લાના ઈશ્વરીયા ગામમાં કડાકા-ભડાકા સાથે વરસાદ પડ્યો છે. વરસાદ દરમિયાન વીજળી પડવાથી મુકેશ ઝાપડા નામના માલધારીના 29 બકરા મોતન ભેટ્યાં છે. સ્થાનિક તંત્ર દ્વારા પંચરોજ કરીને માલધારીને વળતર-સહાય મળે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યાં છે.
આ પણ વાંચો : અરવલ્લી / બાઈક પર સવાર યુવક પર વીજળી પડતા થયું મોત, બે મહિલાઓ ઈજાગ્રસ્ત
અમરેલી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે ભારે વરસાદ
અમરેલી શહેરમાં ભારે કમોસમી વરસાદથી અનેક જગ્યાએ પાણી ભરાયા. અમરેલીના રાજકમલ ચોક, ભીડ ભંજન ચોક, જૂના યાર્ડના માર્ગો પર પાણી ભરાઈ જતાં વાહનચાલકોને અગવડતા પડી હતી.
અમરેલી જિલ્લામાં લાઠીના ગ્રામ્યપંથકમાં વાદળ છાયુ વાતાવરણ સર્જાયું હતું ભારે પવન સાથે ધૂળ ઉડી હતી. સાથે દામનગરમાં કમોસમી વરસાદ પડ્યો.
patan live news GJ 24
રિપોર્ટર ગોવાભાઈ આહીર પાટણ