વડોદરા: તે DJ કેમ બંધ કરાવ્યું, વરરાજા અન્ય જાનૈયાઓ સ્થાનીક યુવાન પર તૂટી પડ્યા, હત્યા કરીને ફરાર


 વડોદરા: તે DJ કેમ બંધ કરાવ્યું, વરરાજા અન્ય જાનૈયાઓ સ્થાનીક યુવાન પર તૂટી પડ્યા, હત્યા કરીને ફરાર

રાના કલાલી પાસે આવેલા ચાણક્ય વુડામાં રહેતા યુવાનને સામાન્ય બાબતમાં વરરાજા અને તેના જાનૈયાઓ હથિયાર વડે તૂટી પડ્યા અને ઘા મારીને હત્યા કરી નાખી. મળતા અહેવાલ પ્રમાણે યુવાને ડીજે બંધ કરાવવા પોલીસે ફોન કર્યાની શંકાએ વરરાજા અને અન્ય જાનૈયાઓને ગુસ્સો આવ્યો હતો, અને આ યુવાન પર તૂટી પડ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ ફળિયામાં રાત્રીના સમયે ડી.જે વાગતું હતું અને લગ્નમાં લોકો નશો કરી ગમે એમ ગાળો બોલતા હતા.

વરરાજા અને તેના જાનૈયાઓ હથિયાર વડે યુવાન પર તૂટી પડ્યા

 વરરાજા પ્રકાશ ચૌહાણ અને તેના માતા પવન પાસે આવીને પોલીસ બોલાવી ડી.જે કેમ બંધ કરવું એવું કહી મારા મારી અને બોલાચાલી શરૂ કરી દીધી હતી ત્યારબાદ પવનને છોડવા માટે તેની બહેન પણ વચ્ચે પડી હતી.

વરરાજા સહીતના જાનૈયાઓ ફરાર

ઘટના બાદ હુમલાખોર વરરાજા સહીતના જાનૈયાઓ ફરાર થયા છે. પવનની બહેન બુમો પાડે એ પહેલાં જ પવન બેભાન અવસ્થામાં નીચે પડી ગયો હતો, ત્યારબાદ સ્થાનીકોએ 108ને જાણ કરતા સયાજી હોસ્પિટલ લઈ જતા રસ્તામાં જ તેનું મોત નીપજ્યું હતું.


patan live news GJ 24

રિપોર્ટર ગોવાભાઈ આહીર પાટણ

Post a Comment

Previous Post Next Post