અમદાવાદ બે વર્ષ પછી નહીં જોવા મળે પીરાણા ડમ્પિંગ સાઇટ, 50 % જમીન કરાઇ ખુલ્લી


 અમદાવાદ બે વર્ષ પછી નહીં જોવા મળે પીરાણા ડમ્પિંગ સાઇટ, 50 % જમીન કરાઇ ખુલ્લી 

અમદાવાદમાં પીરાણા ડમ્પીંગ સાઇટ આગામી બે વર્ષ પછી જોવા નહીં મળે. પીરાણા ડમ્પિંગ સાઇટ પર 80 એકરમાંથી 40 એકર જમીન ખુલ્લી કરી દેવામાં આવી છે. બાયોમાઇનિંગ પદ્ધતિથી કચરાને દૂર કરવામાં આવે છે.

શહેરના વિશાલા સર્કલથી નારોલ રોડ પર જતા સમયે કચરાનો મોટો ઢગલો જોવા મળતો હશે.પીરાણા ડમ્પિંગ સાઇટ પર 50 ટકા જમીનને ખુલ્લી કરવામાં આવી છે. આ જમીનમાંથી જે માટી, રોડા, પથ્થર નીકળે છે જેનો ઉપયોગ વિવિધ જગ્યાએ કરવામાં આવી રહ્યો છે. ગાંધી આશ્રમ પ્રોજેક્ટ અને નેશનલ હાઇવેની કામગીરીમાં આ માટીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રિવરફ્રન્ટ પર 10 એકર જમીન અને ગાંધી આશ્રમમાં 4 એકર જમીન પીરાણાની માટીથી સમતળ કરવામાં આવી છે.

પીરાણા ડમ્પ સાઇટ પર બાયોમાઇનિંગ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે જેમાં મુખ્યત્વે ત્રણ વસ્તુઓ નીકળે છે. ખાતરમાં ઉપયોગ થઈ શકે તેવી માટી, પ્લાસ્ટિક- કપડાં અને મોટા રોડા, પથ્થરો હોય છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે આસપાસના ગામડાના ખેડૂતોને પુરાણ કે સારી જગ્યા માટે માટી જોઈએ તો આપવામાં આવશે. ધોલેરા એક્સપ્રેસ માર્ગ બનાવવા માટે પુરાણમાં વપરાશ કરવામાં આવે છે. અંદાજે 60 લાખ મેટ્રિક ટન માટી આપી છે. જેનાથી રૂ. 90 લાખની મ્યુનિસિપલ કોર્પોરેશનને આવક થઈ છે. ગાર્ડન વિભાગને અને કોર્પોરેશનના પ્લોટના પુરાણ માટે પણ માટી આપવામાં આવે છે.


patan live news GJ 24

રિપોર્ટર ગોવાભાઈ આહીર પાટણ

Post a Comment

Previous Post Next Post