થરાદ : બાવળોની ઝાડીમાં આગ લાગી , ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી કાબૂ મેળવ્યો

થરાદ : બાવળોની ઝાડીમાં આગ લાગી , ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી કાબૂ મેળવ્યો

બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે આગની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. થરાદના સૌથી મોટા ટાંડા તળાવની બાજુમાં બાવળોની ઝાડીમાં આગ લાગી હતી. આગ લાગતાં નગરપાલિકાના ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. અગમ્ય કારણોસર આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું. બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં આગના બનાવો પણ વધી રહ્યા છે. ત્યારે થરાદ નગરના ટાંડા તળાવની બાજુમાં બાવળોની ઝાડીમાં આગ ભભૂકી ઉઠી હતી.

આગ કોઈ અગમ્ય કારણોસર લાગી હોવાનું જાણવા મળ્યું હતું. જોકે આગ લાગતાં થરાદ નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરતા ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે વધારે વિસ્તારમાં આગ ફેલાય તે પહેલાં પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. થરાદ ફાયરવિભાગે તાત્કાલિક આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો. જોકે આગના કારણે કોઈ જાનહાનિ થઈ ન હોવાનું જાણવા મળ્યું હતું.


patan live news GJ 24

aadmin ગોવાભાઈ આહીર પાટણ

  

Post a Comment

Previous Post Next Post