સિંચાઈ વિભાગની નકલી કચેરી ઝડપાઈ : નકલી મેજરમેન્ટ બુક , નકલી સિક્કા બિલો વગેરે મળી આવ્યા




અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં સિંચાઈ વિભાગની નકલી કચેરી ઝડપાઈ છે. આ કચેરી સિંચાઈ વિભાગના રિટાયર્ડ અધિકારી દ્વારા ચલાવાતી હોવાની આશંકા હાલ સેવાઈ રહી છે. મોડાસાની આ નકલી સિંચાઈ વિભાગની કચેરીમાં 7 જેટલા શખ્સો કામ કરતા મળી આવ્યા છે. તેમજ સરકારી સિક્કા સહિત શંકાસ્પદ દસ્તાવેજ પણ મળી આવ્યા છે. ત્યારે બાયડના MLA ધવલસિંહ ઝાલાએ શંકાસ્પદ કામગીરી સામે સવાલ ઉભા કર્યાં છે. મોડાસા ટાઉન પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

મોડાસાના તિરૂપતિ રાજ બંગલોમાં નકલી સિંચાઈ વિભાગની કચેરી ચાલતી હોવાનો ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ દાવો કર્યો છે. કચેરીમાંથી નકલી મેજરમેન્ટ બુક, નકલી સિક્કા બિલો વગેરે મળી આવ્યા છે. સમગ્ર મામલે સિંચાઈ વિભાગના અધિકરીઓ ઘટના સ્થળે હાજર હતા અને હાલ ટાઉન પોલીસ આ બાબતે તપાસ ચલાવી રહી છે.


Patan live news GJ 24

રિપોર્ટર ગોવાભાઈ આહીર પાટણ

Post a Comment

Previous Post Next Post