પાલનપુરમાં વરસાદી પાણી ભરાતા માર્ગને ઊંચો કરવાની કામગીરી હાથ ધરાઈ


 

  
  બિહારિ બાગથી ન્યુ પાલનપુર તરફના માર્ગની કામગીરી હાથ ધરાઇ: પાલનપુર બિહારી બાગ તરફના બ્રિજના છેડાથી ન્યુ પાલનપુર તરફના માર્ગને ઊંચો કરવા માટે ની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેથી આગામી સમયમાં વરસાદી પાણી ભરાવવાની સમસ્યાથી છુટકારો મળશે.

પાલનપુર જુના આરટીઓ સર્કલ પાસે બ્રિજ બન્યા બાદ છેલ્લા બે વર્ષથી બિહારી બાગ તરફના માર્ગના બ્રિજના બંને બાજુ ચોમાસામાં પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. તેમ જ કેટલાક વાહનો તો પલટી ખાઈ જવાના કારણે ભારે નુકસાન વેચવાનો વારો આવ્યો હતો.

જેના પગલે તંત્ર દ્વારા બિહારી બાગથી ન્યુ પાલનપુર તરફના માર્ગ પર જે જગ્યા પર પાણી ભરાતું હતું. તે જગ્યા પર રોડને ઊંચો કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ કરવામાં આવી છે. જે આગામી બે ત્રણ દિવસમાં પૂર્ણ કરવામાં આવશે. જેના કારણે આગામી ચોમાસામાં આ જગ્યા પર પાણી ભરાવાની સમસ્યાનો નિરાકરણ આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે


aadmin  ગોવાભાઈ આહીર પાટણ

patan live news GJ 24

Post a Comment

Previous Post Next Post