EVM તો મારા બાપનું છે'- કહેનારાના ભાજપ નેતા પિતા વિરુદ્ધ પાટીલ કાર્યવાહી કરશે?



 EVM તો મારા બાપનું છે'- કહેનારાના ભાજપ નેતા પિતા વિરુદ્ધ પાટીલ કાર્યવાહી કરશે?

'EVM તો મારા બાપનું છે'- કહેનારાના ભાજપ નેતા પિતા વિરુદ્ધ પાટીલ કાર્યવાહી કરશે?

Mahisagar booth Capturing : બે દિવસ પહેલા 7મી મેના રોજ ગુજરાતમાં લોકસભા ચૂંટણી અંતર્ગત 25 બેઠકો પણ મતદાન થઇ રહ્યું હતું. એ દિવસે મહીસાગર જિલ્લામાંથી એક એવા સમાચાર સામે આવ્યાં જેનાથી લોકશાહીનું તો ચીરહરણ થયું જ સાથે જ કહેવાતી શિસ્તબદ્ધ પાર્ટી ભાજપની થોડી ઘણી આબરૂના પણ લીરેલીરા કરી નાંખ્યા.  

“EVM તો મારા બાપનું છે, હું તો EVM ઘરે લઈ જઈશ”

દાહોદ લોકસભા બેઠકના મતવિસ્તારમાં મહીસાગરના સંતરામપુર તાલુકાના પ્રથમપુર ગામમાં બૂથ કેપ્ચરિંગ થયું. આ બૂથ કેપ્ચરિંગ કરનાર યુવકનું નામ વિજય ભાભોર હતું. 

વિજય ભાભોર પ્રથમપુરના બૂથમાં ઘુસી ગયો, બૂથ કેપ્ચરિંગ કર્યું અને સમગ્ર ઘટનાને સોશિયલ મીડિયા પર લાઈવ કરી. આ દરમિયાન EVM હાથમાં લઈને આવું પણ બોલ્યો હતો - “EVM તો મારા બાપનું છે, હું તો EVM ઘરે લઈ જઈશ.”

વિજય ભાભોર ભાજપના મોટા નેતાનો પુત્ર

આ વિજય ભાભોરનો ‘બાપ’ એટલે કોણ? વિજયને એના ‘બાપ’નો એટલો બધો પાવર હતો કે તે બૂથમાં ઘુસી જાય, ચૂંટણી અધિકારીઓને ધમકાવે, બૂથ કેપ્ચર કરે અને સોશિયલ મીડિયામાં લાઈવ પણ કરે? 

આનો જવાબ છે આ વિજય ભાભોર મહીસાગર જિલ્લાના ભાજપના મોટા નેતા તેમજ ભાજપ સંગઠનમાં પ્રદેશ અનુસૂચિત જનજાતિ મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ રમેશ ભાભોરનો પુત્ર છે. 

ચૂંટણી પંચે કાર્યવાહી કરી, ભાજપ ક્યારે કરશે? 

મહીસાગર બૂથ કેપ્ચરિંગની આ ઘટનાના પડઘા સમગ્ર રાજ્યમાં તેમજ રાજ્ય બહાર પણ પડ્યાં છે. વિજય ભાભોર તેમજ અન્ય એક યુવકની અટકાયત કરી તેની સામે સંતરામપુર પોલીસ મથકે ગુનો નોંધાયો છે. સાથે ચૂંટણી પંચે કાર્યવાહી કરતા પ્રથમપુર બૂથના ચાર ચૂંટણી અધિકારીઓ તેમજ એક પોલીસ જવાન અને એક GRD જવાનને સસ્પેન્ડ કર્યા છે. 

હવે કાર્યવાહી કરી ભાજપે દાખલો બેસાડવાની જરૂર છે. આ સમગ્ર મામલે એવી ચર્ચા થઈ રહી છે કે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે હજી સુધી આ ઘટના અંગે કોઈ નિવેદન નથી આપ્યું. જો આ બૂથ કેપ્ચરિંગ કોંગ્રેસ નેતાના કોઈ પુત્રએ કર્યું હોત તો ભાજપના આઇટી સેલની આખી ફોજ કામે લાગી જાત. બૂથ કેપ્ચરિંગની આ ગંભીર ઘટનામાં ઘટનામાં પાટીલે રમેશ ભાભોરને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવા જોઈએ એવી ચર્ચાઓ વહેતી થઇ છે. 

11મી મેના દિવસે પ્રથમપુર બૂથ પર ફરી મતદાન થશે

દાહોદ લોકસભા સમાવિષ્ટ મહીસાગર જિલ્લાના સંતરામપુરના પ્રથમપુર ગામે બુથ કેપ્ચરની ઘટના મામલે ચૂંટણી પંચ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 11 મેના રોજ માત્ર પ્રથમપુરના 220 બુથ પર ફેર મતદાન કરવામાં આવશે. આ અંગે પત્રકાર પરિષદને સંબોધતા મહીસાગર જિલ્લા કલેકટર અને ચૂંટણી અધિકારી નેહા કુમારીએ કહ્યું કે 11મી મેના રોજ ફરીથી સંતરામપુરના પ્રથમપુર બુથ નંબર 220માં 1224 મતદાતાઓનું મતદાન યોજાશે, જેમાં 618 પુરુષ મતદારો અને 606 મહિલા મતદારો ફરીથી પોતાનો મતાધિકારનો ઉપયોગ કરશે, વહીવટી તંત્ર દ્વારા પૂરતી સુરક્ષા વ્યવસ્થા અને પૂરતો બંદોબસ્ત પણ કરવામાં આવશે.


patan live news GJ 24

aadmin ગોવાભાઈ આહીર પાટણ

Post a Comment

Previous Post Next Post