ગુજરાતમાં ભાજપ નેતાના પુત્રએ EVM બુથ હાઇજેક કર્યું, આખી ઘટના LIVE કરીને બતાવી



 મતદાનના દિવસે મતદાન મથકમાં ફરજ પર ગંભીર બેદરકારી દાખવવા બદલ પ્રિસાઈડીંગ ઓફીસર અને પોલીંગ ઓફીસરને કારણદર્શક નોટીસ ફટકારવામાં આવી છે. 1 દિવસમાં જવાબ આપવા કહ્યું છે. 

ગુજરાતમાં ભાજપ નેતાના પુત્રએ EVM બુથ હાઇજેક કર્યું, આખી ઘટના LIVE કરીને બતાવી

બીજી તરફ આ અગાઉ દાહોદ લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર ડો. પ્રભાબેન તાવિયાડે કલેકટરને આ મામલે લેખિત રજૂઆત કરવામાં આવી હતી. તેમજ રિ-પોલિંગની માગ કરી હતી.

ભાજપના નેતા વિજય ભાભોરનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે, વિજય ભાભોર પરથમપુર બુથ નંબર 220 મતદાન મથકના સ્ટાફને પણ ધમકાવી રહ્યો છે. બુથના સ્ટાફને ધમકાવીને મત નાખવા આવતા લોકોને સહી કરાવી અને મોટાભાગના મત જાતે જ નાખતો જોવા મળ્યો હતો. મતદાન મથકની બહાર પોલીસ સહિત અન્ય સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં ખુલ્લે આમ ભાજપના નેતાના પુત્રની દાદાગીરી સામે આવી હતી. આખુ બુથ જ હાઇજેક કરી નાખ્યુ હતું અને આખી ઘટનાને LIVE કરી હતી. જોકે, વિવાદ થયા બાદ વિજય ભાભોરે સોશિયલ મીડિયા પરથી આ વીડિયો હટાવી દીધો છે.

Big News : પહેલા આચાર સંહિતાના નામે વેક્સીન સર્ટિ. પરથી મોદીજીનો ફોટો હટ્યો, હવે માંગ ઘટાડાના નામે કંપની રસી પાછી ખેંચવા માંડી

વીડિયોમાં શું છે?

ભાજપના નેતા વિજય ભાભોર EVM બુથમાં દાદાગીરીનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં વિજય ભાભોર કહી રહ્યો છે કે, 5-10 મિનિટ ચાલે તે ચાલવા દો આપણે બેઠા છીએ. વિજય ભાભોર એટલે વાત ખલાસ, મશીન-બશીન આપણા બાપનું જ છે.


patan live news GJ 24

રિપોર્ટર ગોવાભાઈ આહીર પાટણ

Post a Comment

Previous Post Next Post