પગાર મુદ્દે સુરતમાં સ્પા સંચાલકની મહિલા કર્મી સાથે મારામારી, વીડિયો વાયરલ થતા મામલો ગરમાયો

 પગાર મુદ્દે સુરતમાં સ્પા સંચાલકની મહિલા કર્મી સાથે મારામારી, વીડિયો વાયરલ થતા મામલો ગરમાયો


સ્પામાં કામ કરતી યુવતીએ પંદર દિવસનો પગાર માંગ્યો તો સંચાલકે પગાર આપવાનો ઇનકાર કરતા ઝઘડો થયો, સ્પા સંચાલકે યુવતી સાથે ઝપાઝપી કરી મારામારી પણ કરી


સુરતના પાલના ભાગ્યરત્ન એપાર્ટમેન્ટમાં પીપલ્સ વેલનેસ સ્પાનો બનાવ 

પગાર મુદ્દે સ્પામાં કામ કરતી યુવતી અને સંચાલક વચ્ચે માથાકૂટ

એક યુવતી સાથે સ્પા સંચાલકે અશોભનીય વર્તન કર્યું

સ્પા સંચાલકે યુવતી સાથે ઝપાઝપી કરી મારામારી પણ કરી


Surat News: સ્પામાં કામ કરતી યુવતીએ પંદર દિવસનો પગાર માંગ્યો તો સંચાલકે પગાર આપવાનો ઇનકાર કરતા ઝઘડો થયો, સ્પા સંચાલકે યુવતી સાથે ઝપાઝપી, વીડિયો વાયરલ થતા મામલો ગરમાયો


અમદાવાદ બાદ હવે સુરતમાં સ્પા સંચાલકની દાદાગીરી સામે આવી છે. વિગતો મુજબ સુરતમાં પગાર મુદ્દે સ્પામાં કરતી યુવતી અને સ્પા સંચાલક વચ્ચે માથાકૂટની ઘટના સામે આવી છે. આ તરફ હવે યુવતી સાથે સ્પા સંચાલકના અશોભનિય વર્તનનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ તરફ હવે સ્પા સંચાલકે યુવતી સાથે ઝપાઝપી કરી મારામારી કરતાં વિવાદ થયો છે.


સુરતના પાલ વિસ્તારના ભાગ્યરત્ન એપાર્ટમેન્ટમાં પીપલ્સ વેલનેસ સ્પાનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વિગતો મુજબ સ્પામાં કામ કરતી યુવતીએ 15 દિવસનો પગાર માગ્યો હતો. જોકે પિયુષ ગાંધી નામના સંચાલકે પગાર આપવાનો ઇનકાર કરતાં ઝઘડો થયો હતો. જે બાદમાં સ્પામાં સંચાલકે યુવતી સાથે ઝપાઝપી કરી મારામારી કરતાં વિવાદ થયો છે. આ તરફ હવે સમગ્ર મામલે પાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતાં તપાસ શરૂ થઈ છે.


Patan live news GJ 24

Post a Comment

Previous Post Next Post