ઓનલાઇન ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદનારા સાવધાન! આણંદમાં 4 લોકો છેતરાઇ ગયા, ગઠીયાએ પડાવી લીધા રૂ. 3.20 લાખ


ઓનલાઇન ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદનારા સાવધાન! આણંદમાં 4 લોકો છેતરાઇ ગયા, ગઠીયાએ પડાવી લીધા રૂ. 3.20 લાખ


પોલીસ ચોપડે વધુ 4 છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ, ગઠિયાઓએ વિવિધ બહાને ચાર લોકો પાસે 3.20 લાખ પડાવ્યા, જિલ્લામાં ત્રણ દિવસમાં કુલ 34 ફરિયાદ નોંધાઇ



આણંદ જિલ્લામાં વધુ 4 લોકો સાયબર ક્રાઈમનો બન્યા ભોગ

ઉમલાવના યુવકે ઓનલાઇન સ્કૂટર ખરીદવમાં પૈસા ગુમાવ્યા 

ઓલા ઇલેક્ટ્રિક બાઇક ઓનલાઈન ખરીદવા જતા 1.41 લાખ ગુમાવ્યા

રાલજ ના યુવાન સાથે બજાજ કંપનીમાં નોકરી અપાવવાના બહાને 26 હજાર પડાવ્યા



રાજ્યમાં ફરી એકવાર છેતરપિંડીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વાત જાણે છે કે, આણંદમાં 4 લોકો ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બન્યા છે. વિગતો મુજબ ઓનલાઈન સ્કૂટર ખરીદવા જતા અને ઓતો કંપનીમાં નોકરી આપવાને અલગ-અલગ 4 ઓનલાઈન છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદો મુજબ ગઠિયાઓએ વિવિધ બહાને ચાર લોકો પાસેથી 3.20 લાખ પડાવી લીધા હતા. 


આણંદ જિલ્લામાં 3 દિવસમાં છેતરપિંડીની કુલ 34 ફરિયાદો નોંધાઇ હોવાનું સામે આવતા ચકચાર મચી ગઈ છે. વિગતો મુજબ આણંદમાં 4 લોકો બન્યા ઓનલાઇન છેતરપિંડીનો શિકાર બન્યા છે. જેમાં એક કેસમાં ઓનલાઇન ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવા જતાં 1.41 લાખ ગુમાવ્યા તો ઉમલાવના યુવક સાથે ઓનલાઇન બાઇક ખરીદવાને લઇ લાખોની છેતરપિંડી થઈ હતી. આ તરફ રાલજના યુવાનને ઓટો કંપનીમાં નોકરી આપવાને લઇ 26 હજારની ઠગાઇ કરવામાં આવી હતી.


આણંદમાં પોલીસ ચોપડે ઓનલાઇન ફ્રોડને લઇ વિવિધ 4 ફરિયાદો દાખલ કરાઇ છે. જેમાં ગઠિયાઓએ વિવિધ બહાને અલગ-અલગ ચાર લોકો પાસેથી 3.20 લાખ પડાવ્યા હતા. મહત્વનું છે કે, આણંદ જિલ્લામાં 3 દિવસમાં છેતરપિંડીની કુલ 34 ફરિયાદો નોંધાઇ છે.


બોગસ વિઝાના નામે 8.50 લાખની છેતરપિંડી

આણંદની નેક્સ્ટ ડેસ્ટિનેશન કન્સલ્ટન્સી દ્વારા એક યુવાન સાથે લાખોની છેતરપિંડી કરાઇ છે. પ્રાથમિક વિગતો મુજબ વિરસદના યુવકે વિદેશ જવાની લાલચમાં નેક્સ્ટ ડેસ્ટિનેશન કન્સલ્ટન્સીનો સંપર્ક કર્યા બાદ તેમની વાતોમાં આવી ગયો હતો. જે બાદમાં આ યુવકને UKના બોગસ વિઝા પધરાવી 8.50 લાખની ઠગાઇ કરાઇ હતી. જોકે સમગ્ર મામલે આણંદ ટાઉન પોલીસે અમન દિવાન નામના શખ્સ સામે ગુનો નોંધાયો છે. આ તરફ હવે તપાસ દરમિયાન અનેક બોગસ વિઝા કૌભાંડના ખુલાસાની શક્યતા છે.


Patan live news GJ 24

Govabhai p ahir

Post a Comment

Previous Post Next Post