જીરું , વરિયાળીના પાકમાં કેનાલનું પાણી ન મળતું હોવાની ખેડૂતોની રાવ


 જીરું , વરિયાળીના પાકમાં કેનાલનું પાણી ન મળતું હોવાની ખેડૂતોની રાવ


સાંતલપુરની રોઝુ - મઢુત્રા માઈનોર કેનાલમાં વારંવાર ગાબડાં પડતા ખેડૂતોની હાલત કફોડી


કેનાલની કામગીરી સાવ તકલાદી કરવામાં આવી હોવાની પણ ખેડૂતોની ફરિયાદ


I સાંતલપુર । સંન્યૂ.સ . સાંતલપુર તાલુકાની માઈનોર કેનાલોમાં ખેડુતો રવિ સિઝનની શરુઆત થઈ ચુકી છે ખેડુતો દ્વારા ખેતરોમાં જીરું , વરીયાળી સહિતના પાકોનુ વાવેતર કરી દીધુ છે તેમ છતા હજુ પણ તાલુકાની માઈનોર કેનાલો માં ખેડુતોને પાણી મળતુ નહિ હોવાની રાવ ઉઠી રહી છે અને ભર સિઝને ખેડુતોને પાણી નહિ મળતા ખેડુતો વિમાસણમાં મુકાયા છે . સાંતલપુર તાલુકાની રોઝુ - મઢુત્રા - પિપરાળા માઈનોર કેનાલના ભરોષે ખેડુતોએ જીરા , વરિયાળી , રાયળા સહિતના પાકોનુ વાવેતર કર્યુ છે છેલ્લા દોઢ મહિના જેટલો સમય ગાળો વિતવા છતા કેનાલ દ્વારા ખેડુતોને પુરતુ પાણી મળતુ નહિ હોવાની રાવ ઉઠવા પામી છે બિજી તરફ કેનાલમાં પાણી થવાની સાથે જ ગાબડાઓ પડતા હોવાની રાવ ઉઠવા પામી છે અને વારંવાર ગાબડાઓને કારણે કનાલ વારંવાર બંધ રહેતી હોવાની રાવ ખેડુતો દ્વારા કરવામાં આવી હતી.એક તરફ


વારંવાર કેનાલ તૂટે છે , પરંતુ કોઈ કંઈ સાંભળતું નથી


ખેડુતો દ્વારા મોંઘા ભાવના બિયારણ અને ખેડના ખર્ચાઓ કરી ખેતરોમાં વાવેતર કર્યુ છે બિજી તરફ કેનાલમાં ભ્રષ્ટાચારને કારણે ખેડુતોને કેનાલનુ પાણી નહિ મળતો ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો .  રોઝુ ગામના ખેડુત ભરત આહિર દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે કેનાલમાં વારંવાર ગાબડા પડે છે કેનાલની કામગીરી સાવ નબળી કરવામાં આવી છે હાલમાં ખેડુતોને પાણીની જરુરીયાત છે તેમ છતા હજુ પાણી મળતુ નથી અને ખેડુતો રાવ પણ નર્મદાના અધિકારીઓ કોઈ સાંભળતા નથી .


patan live news GJ 24

govabhai p ahir


Post a Comment

Previous Post Next Post