મોરબી નજીક નેશનલ હાઇવે પરના દબાણો હટાવાયા



મોરબી નજીક નેશનલ હાઇવે પરના દબાણો હટાવાયા

મોરબી : મોરબી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે પર દબાણો હટાવવાની કામગીરી નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીઓ દ્વારા ગઈકાલે કરવામાં આવી હતી.


મોરબી જિલ્લામાંથી નીકળતા નેશનલ હાઈવે પર નાના મોટા અનેક દબાણો આવેલા હોય જેનાથી ટ્રાફિકની સમસ્યા સર્જાવાના બનાવો અવારનવાર બને છે. ગેરકાયદેસર પાર્કિંગ વગેરે જેવી સમસ્યાને કારણે અકસ્માતના બનાવો પણ બને છે. જેના કારણે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા નિમણૂક કરેલા બામણબોર ટોલવે પ્રાઇવેટ લિમિટેડના અધિકારીઓ દ્વારા નડતર રૂપ દબાણો જેવા કે, જાહેરાતના બોર્ડ, ટાયર પંચર દુકાનો, લારી, ગલ્લા, કેબિનો, ગેરકાયદેસર દીવાલો વગેરે દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી. આ દબાણમાં ખાસ ત્રાજપર ચોકડીએ વાહનવ્યવહારની અવર જવર સતત રહે છે ત્યાં ચા-પાનની દુકાનો આવેલી છે જેના લીધે ટ્રાફિકની સમસ્યા તેમજ ગેરકાયદેસર પાર્કિંગ થવાથી લોકોને થતી હેરાનગતિ અટકાવવા આવા દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.


Patan live news GJ 24

Govabhai p ahir 

Post a Comment

Previous Post Next Post