લંડનમાં ચાણસ્માના રણાસણના ખેડૂત પુત્રની લાશ મળતા પરિવારમાં આક્રંદ, સપ્ટેમ્બરમાં સ્ટુડન્ટ વિઝા પર ગયો હતો વિદેશ


લંડનમાં ચાણસ્માના રણાસણના ખેડૂત પુત્રની લાશ મળતા પરિવારમાં આક્રંદ, સપ્ટેમ્બરમાં સ્ટુડન્ટ વિઝા પર ગયો હતો વિદેશ


પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના રણાસણ ગામના વતની પ્રવીણભાઈ જોઈતારામ પટેલ ખેત મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. તેમનો પુત્ર મીત અભ્યાસ અર્થે લંડન જવા માંગતો હોવાથી તેમણે 19 સપ્ટેમ્બર 2023ના રોજ સ્ટુડન્ટ વિઝા પર પુત્રને લંડન મોકલ્યો હતો.

પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના રણાસણ ગામના વતની પ્રવીણભાઈ જોઈતારામ પટેલ ખેત મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. તેમનો પુત્ર મીત અભ્યાસ અર્થે લંડન જવા માંગતો હોવાથી તેમણે 19 સપ્ટેમ્બર 2023ના રોજ સ્ટુડન્ટ વિઝા પર પુત્રને લંડન મોકલ્યો હતો. લંડન પહોંચ્યા બાદ મીત દરરોજ તેના પરિવારજનો સાથે ફોન પર સંપર્કમાં રહેતો હતો. પરંતુ છેલ્લા પાંચ દિવસથી મીતમો પરિવારજનો સાથે સંપર્ક ન થતાં પરિવારના લોકો ચિંતિત બન્યા હતા. ત્યારે મંગળવારે અચાનક મીતનો મૃતદેહ મળી આવ્યાના અહેવાલ મળતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું.પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો કે મીતની હત્યા કરવામાં આવી છે. પરિવારજનોએ જણાવ્યું હતું કે લંડનમાં અભ્યાસ અર્થે ગયેલા મીતનું કોઈએ અપહરણ કરીને તેની હત્યા કરી છે. મૃતકના પિતાએ ગંભીર આરોપ લગાવ્યા હતા.


Patan live news GJ 24 

Post a Comment

Previous Post Next Post