પાટણથી ચોરીના બાઈક સાથે દુનાવાડાનો શખ્સ પકડાયો


પાટણથી ચોરીના બાઈક સાથે દુનાવાડાનો શખ્સ પકડાયો



પાટણ શહેરમાં નવા શાક માર્કેટ પાસેથી બી ડિવિઝન પોલીસની ટીમે બાતમી આધારે દુનાવાડા ગામના યુવકને ચોરીના બાઈક સાથે પકડી પાડ્યો હતો .


પાટણ બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે વખતે પોલીસને બાતમી મળી હતી પાટણ નવા શાકમાર્કેટ પાસે એક શંકાસ્પદ બાઈક લઈને બેઠો છે તે બાતમી આધારે પોલીસે તપાસ કરતા પોલીસને શંકાસ્પદ શખ્સ મળી આવતા પોલીસે તેને પકડી પૂછપરછ કરતા તે હારિજના દુનાવાડા ગામનો વિનુજી મેવાજી ઠાકોર હોવાનું અને તેની પાસેનું બજાજ પ્લેટીના બાઈક રેલવે સ્ટેશન દિવ્ય આશિષ કોમ્પ્લેક્ષ આગળથી ચોરી કરી હોવાની કબુલાત કરતા પોલીસે તેની પાસેથી બાઈક જપ્ત કરી લીધું હતું . અને તેને પકડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી તેવું પાટણ બી.ડિવિઝન પોલીસે જણાવ્યું હતું .


કે


patan live news GJ 24

govabhai p ahir


Post a Comment

Previous Post Next Post