ડિગ્રી વિનાનો ડોક્ટર : દહેગામના પીપળજમાં 10 વર્ષોથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા શખ્સને ગાંધીનગર SOG એ ઝડપ્યો


 ડિગ્રી વિનાનો ડોક્ટર : દહેગામના પીપળજમાં 10 વર્ષોથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા શખ્સને ગાંધીનગર SOG એ ઝડપ્યો

પીપળજમાં 10 વર્ષથી પ્રેકટિસ કરતો શખ્સ ઝડપાયો

- લોકોના સ્વાસ્થ્ય સાથે રમી રમત

દહેગામ, શુક્રવાર

  ગાંધીનગર જિલ્લાના દહેગામના પીપળજ ગામમાંથી SOGએ બોગસ ડોક્ટરને  ઝડપી પાડ્યો હતો. સાથે જ એસઓજીની ટીમે આ કહેવાતા ક્લિનિકમાંથી નિડ, દવાઓ, ઇન્જેક્શન , મેડિકલના સાધનો સહિત 4, 275.79ની માલમત્તા ઝડપી હતી. આ ડોકટર છેલ્લા 10 વર્ષોથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેંડા કરીને એલોપેથીક સારવાર કરતો હોવાનું ધ્યાનમાં આવતા એસઓજીની ટીમે અહીં દરોડો પાડીને આરોપી જંયતિ પ્રજાપતિની ધરપકડ કરી હતી. આ રીતે વર્ષોથી પ્રેકટિસ કરીને આ શખ્સે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેંડા કર્યા છે, પોલીસની ટીમ આગળ તપાસ કરશે કે આ લેભાગુ ડોક્ટરની દવાથી કોઈને  નુકસાન થયું છે કે કેમ?

  એસઓજીએ કડજોદરા ગામ સી.એ|ચ.સી. સેન્ટરના મેડીકલ ઓફીસર હર્ષનીલ ચૌધરી સાથ પીપળજ ગામમાં આ નકલી ડોક્ટરને ત્યાં  દરોડો પાડવામાં આવ્યો હતો. જોકે નાની દુકાન જેવા ક્લિનિકમાં કોઈ નામ લખ્યું ન હતું અને આરોપી  જયંતીભાઇ બેચરભાઇ પ્રજાપતિ ડોક્ટર તરીકે  હાજર હતો. તેને ડોકટર તરીકેની કે મેડીકલ પ્રેકટીસને લગતી કોઈ ડીગ્રી હોય તો રજૂ કરવા કહેવાયું હતું. આથી જયંતિભાઈએ સી.એમ.એસ એન્ડ ઇડી (પી)ડી (કોમ્યુનીટી મેડીકલ સર્વીસીસ) નો કોર્સ કરેલો હોવાનું જણાવ્યું હતું. અને આ ડીગ્રી ગુજરાત રજી. મેડીકલ પ્રેકટીશનર કાઉન્સીલ રજીસ્ટર ઓફીસ રૂદ્ર જંકશન રોડ ગાયત્રીપાર્ક,નિલકંઠ મંદીર, સુરેન્દ્રનગર ખાતેથી લીધાની કબૂલાત પણ કરી હતી. સાથે જ એસઓજીની ટીમે આકહેવાતા ક્લિનિકમાંથી  નિડ, દવાઓ, ઇન્જેક્શન, મેડિકલના સાધનો સહિત 4, 275.79ની માલમત્તા ઝડપી હતી. અને નકલી ડોક્ટર અંગે આગળની કામગીરી હાથ ધરી હતી.


Patan live news GJ 24

Govabhai p ahir

Post a Comment

Previous Post Next Post