રાધનપુર અને ચાણસ્મા વિધાનસભામાં આવતો હોઇવિકાસની દ્રષ્ટિએ પછાત રહી ગયો સમી તાલુકાના 40 ગામમાં બસ સ્ટેન્ડ નથી , 10 ગામમાં બસ નથી આવતી , 8 મુખ્ય માર્ગો તૂટેલા



 રાધનપુર અને ચાણસ્મા વિધાનસભામાં આવતો હોઇવિકાસની દ્રષ્ટિએ પછાત રહી ગયો સમી તાલુકાના 40 ગામમાં બસ સ્ટેન્ડ નથી , 10 ગામમાં બસ નથી આવતી , 8 મુખ્ય માર્ગો તૂટેલા


પ્રકાશ નાડોદા સમી ચાણસ્મા અને રાધનપુર બંને બેઠકમાં વહેંચાયેલ અને મહત્વનો  ન હોવાથી ૩૦ ટકા લોકોને સૌરાષ્ટ્ર તથા અન્ય વિસ્તારના હિજરત કરવી પડે છે . મોટાભાગના રોડ રસ્તા તૂટેલી હાલતમાં જોવા મળે છે . સમી તાલુકાનો અડયા ગામ રાજનપુર વિધાનસભામાં અને અડધા ગામ ચાણસ્મા વિધાનસભામાં આવે છે જેથી તાલુકાનો વિકાસ પૂરતા પ્રમાણમાં થતો નથી .  ગામડાઓમાં લાઈટ પાણી અને ગટર વ્યવસ્થાના કોઈ ઠેકાણા નથી . સમી ગામમાં ઉભરાતા ગટરના પાણી ગામની


સમી તાલુકો વિકાસની  મુખ્ય સમસ્યા છે.ચૂંટળીઓ આવે છે અને જાય છે પણ ગામડાઓમાં હાલત હજુ બરાબર નથી તેમ સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું .


દ્રષ્ટિએ અતિપછાત તાલુકો છે . ઉદ્યોગના નામે અહીં મીંડું છે . રોજગારીની તકો


સમી તાલુકાના 10 જેટલા ગામોમાં નર્મદા નહેરનું પાણી હજુ સુધી પહોંચતું નથી


કરોડોના ખર્ચે ફિલ્ટર પ્લાન્ટ 20 ગામો ક્ષારવાળું પાણી પીવા મજબૂર  સમી તાલુકાના 60 ગામો પૈકી 40 ગામોમાં બસ સ્ટેન્ડ જ નથી  ક્યાંક કેનાલો તૂટેલી , ક્યાંક પાણી પહોંચતું નથી


સમી તાલુકાના મોટાભાંગના ગામડાઓમાં નર્મદાનું પાણી પહોંચતું નથી . રાધનપુર અને ચાણસ્મા બે વિધાનસભામાં વહેંચાયેલો હોવાથી ખેડૂતોનો અવાજ સરકાર સુધી પહોંચતો નથી . રણ વિસ્તારના સેવાર્ડ કેનાલો બની છે પરંતુ આજદિન સુધી પાણી પહોંચ્યું નથી . સમશેરપુરા ઉપલીયાસરા , કોકતા , વાધપુરા , રાહુ , અનવરપુરા , કોડધા , રૂપનગર , તારાનગર , કુંવર , સુબાપુરા જય નગર સહિતના ગામોમાં ક્યાંક પૂરતા પ્રમાણમાં પાણી પહોંચતું નથી તો ક્યાંક બિલકુલ પાણી પહોંચતું નથી . ઉદ્યોગ ધંધાના હોવાથી 30 % પબ્લિક હિજરતી તાલુકામાં કોઈ જીઆઇડીસી કે અન્ય ઉદ્યોગ ન હોવાથી રોજગારી માટે 100 માંથી ૩૦ લોકોએ હિજરત કરેલી છે . સૌરાષ્ટ્રના ધાંગધ્રા , જુનાગઢમાં ખેત મજૂરી માટે ઘણા લોકોએ હિજરત કરી છે . રાજકોટ , અમદાવાદ , સુરતમાં રોજગારી અર્થે ઘણા લોકો વસે છે , રણ વિસ્તારના ગામડાઓમાં મોટાભાગના ખોરડા ખાલી જોવા મળે છે . ચૂંટણીમાં આ હિજરતીઓને મતદાન માટે લાવવાનો ખર્ચ ઉમેદવારો માટે માથાનો દુખાવો બની જાય છે .


સમી ખાતે સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે નર્મદાના પાણીને ફિલ્ટર કરી અને ગામડાઓ સુધી પહોંચાડવા માટે ફિલ્ટર પ્લાન્ટ બનાવ્યો છે તેમ છતાં રણકાંઠાના 20 ગામોમાં બોરનું ક્ષારવાળુ , અને 2000 ટીડીએસ વાળુ પીવા લાયક નથી તેવું પાણી પીવા લોકો મજબૂર છે આવું પાણી પીવાથી આ ગામોમાં હાડકા તથા અન્ય રોગોનું પ્રભાળ વધુ જોવા મળે છે . નાનીચંદુર , નાયકા , વાઘપુરા , રાષ્ટ્ર , જાખેલ , અનવરપુરા , કોડવા , સમી , ઝીલવાળા , વરાળા , બાસ્પા , વેડપાય , વગેરે ગામો ક્ષારવાળું પાણી પીવા મજબૂર છે .


સમી તાલુકાના 60 ગામો પૈકી 40 ગામોમાં બસ સ્ટેન્ડ જ નથી . સમશેરપુરા , નાયકા , કનીજ , ભદ્રાડા , વેડયામ , દાદકા , અનવરપુરા , કોડવા , કોકતા , નાનીચંદુર , વાવલ , માંડવી , રાણાવાડા , મુબારકપુરા , દાદર , ભાભાથર , પાલીપુર , અદગામ , જાખેલ , સિંકરીયા ટીંબા , મેરામપુરા સહિતના ગામડાઓમાં બસ સ્ટેન્ડ જ નથી . સમશેરપુરા , મેરમપુરા , સિકરીયા , ટીંબા , ભામાથર , સહિતના ગામડાઓમાં એસટી બસની સુવિધા જ નથી .


મોટાભાગના રસ્તાઓ તૂટેલી હાલતમાં


સમી તાલુકામાં મુખ્ય માર્ગ સમી - શંખેશ્વર રોડ ઉપર ખાડાનું સામ્રાજ્ય જોવા મળે છે . સમી ગામના લોકલ રસ્તા તથા મોટાભાગના રસ્તાઓ તૂટેલી હાલતમાં જોવા મળે છે સમશેરપુરાથી નાયકા , દૂદખાથી કનીજ , સીંગૌઘરીયાથી રાકુ , ભાડાથી ઠુ , ઉપલીયાસરાથી ગાજદીનપુરા અડધો રોડ બન્યો છે અને બાકી છે , ગુજરવાડાથી ધધાણા , દાદરથી રણાવાડા , ભદ્રાડાથી ચડિયાણા સહિતના રસ્તાની હાલત ખરાબ છે .


patan live news GJ 24

govabhai p ahir


Post a Comment

Previous Post Next Post