ગુજરાતમાં વ્યાજખોરો પર લગામ ક્યારે? માસી અને ભાઇઓની નજર સામે જ સગીરા પર આચર્યું બે વખત દુષ્કર્મ



 ગુજરાતમાં વ્યાજખોરો પર લગામ ક્યારે? માસી અને ભાઇઓની નજર સામે જ સગીરા પર આચર્યું બે વખત દુષ્કર્મ


વ્યાજે લીધેલા રૂપિયા ચૂકવ્યા છતાં રૂપિયાની માંગણી કરી પરિવારના 4 સભ્યોનું અપહરણ કર્યુ, માસી અને 2 ભાઈ-બહેનો સામે જ દુષ્કર્મ આચર્યાનો આરોપ


રાજકોટમાં વ્યાજખોરોનો આતંક ચરમસીમાએ  

1 લાખની ઉઘરાણી કરી પરિવારના 4 સભ્યોનું અપહરણ કર્યુ

અપહરણ બાદ તરુણી પર 2 વખત દુષ્કર્મ આચર્યુ

માસી અને 2 ભાઈ-બહેનો સામે જ દુષ્કર્મ આચર્યાનો આરોપ

વ્યાજે લીધેલા રૂપિયા ચૂકવ્યા છતાં રૂપિયાની માંગણી કરાતી

ફરિયાદ નોંધાવ્યા બાદ પીડિત પરિવાર હિજરત કરી ગયો

ગુનેગાર અને તેના પુત્ર સહિત ત્રણ આરોપીની ધરપકડ


રાજકોટમાં વ્યાજખોરોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. વિગતો મુજબ ઇસમોએ 1 લાખની ઉઘરાણી કરી પરિવારના 4 સભ્યોનુ અપહરણ કર્યુ હતું. જે બાદમાં અપહરણ બાદ તરુણી પર 2 વખત દુષ્કર્મ આચર્યુ હતું. આ તરફ માસી અને 2 ભાઈ-બહેનો સામે જ દુષ્કર્મ આચર્યાનો આરોપ થતાં હડકંપ મચી ગયો છે. પ્રાથમિક વિગતો મુજબ વ્યાજે લીધેલા રૂપિયા ચૂકવ્યા છતાં રૂપિયાની માંગણી કરાતી હતી. જેથી ફરિયાદ નોંધાવ્યા બાદ પીડિત પરિવાર હિજરત કરી ગયો હતો. આ તરફ સમગ્ર ઘટનામાં ગુનેગાર અને તેના પુત્ર સહિત ત્રણ આરોપીની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 


રાજકોટના ભીસ્તીવાડમાં રહેતા હકુભા ખીયાણીએ માત્ર 14 વર્ષની તરૂણીને ઉપાડી જઇ તેની ઉપર બે વખત દુષ્કર્મ ગુજાર્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઘટનાને લઈ બી ડીવીઝન પોલીસે હકુભા અને તેને આ કૃત્યમાં મદદ કરનાર તેના પરિવારના ત્રણ સભ્યો વિરુધ્ધ અપહરણ, દુષ્કર્મ અને પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ આગળ ધપાવી છે. આ તરફ આ કેસમાં તાત્કાલીક પોલીસે હકુભા ઉપરાંત તેના પુત્ર મીરઝાદની અટકાયત કરી છે. જ્યારે બાકીના આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.


શું કહ્યું બોગ બનનારની માસીએ ? 

આ તરફ ભોગ બનનારની માસીએ નોંધાવેલ ફરિયાદ મુજબ તેમની મોટી બહેનનો પતિ દારૂડિયો હોવાથી તેમની મોટી બહેન ચાર પુત્રી અને એક પુત્ર સહિતના પરિવાર સાથે છેલ્લા ઘણા સમયથી તેની માતાના ઘરે રહે છે. તેના નાનાભાઇએ એક વર્ષ પહેલા એઝાઝ હકુભા ખીયાણીની પત્ની મીતલ પાસેથી રૂ.1 લાખ વ્યાજે લીધા હતા. જેનું સમયસર વ્યાજ પણ ચુકવતો હતો. ત્યારબાદ રકમ પરત કરી દીધી હતી. આ પછી મીતલ અને એઝાઝના છૂટાછેડા થઇ જતા હકુભાના પુત્ર મીરઝાદે સાગરીતો સાથે તેના ઘરે આવી રૂ.1 લાખની ઉઘરાણી શરૂ હતી હતી . 


નવરાત્રી વખતે માથાકૂટને અંતે થઈ હતી પોલીસ ફરિયાદ 

આ દરમિયાન નવરાત્રી વખતે હકુભા અને તેના પુત્ર મીરઝાદ ઉપરાંત અન્યોએ તેની માતાના ઘરે આવી તેની ભાણેજની ચુંદડી ખેંચી ધમકી આપી હતી. જેથી તેની ભાણેજે ઝેરી દવા પી લેતા પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. આ દરમિયાન બે દિવસ પહેલાં હકુભા, તેની પુત્રવધૂ, સોની અને પુત્ર મીરઝાદે તેની માતાના ઘરે આવી તેની ભાણેજે કરેલ પોલીસ ફરિયાદ પાછી ખેંચવાની ધમકી આપી હતી. એટલું જ નહીં જો ફરિયાદ પાછી ન ખેંચાય તો તેની ભાણેજ ઉપર દૂષ્કર્મ ગુજારવાની ધમકી પણ આપી હતી.


ભાણેજ ઉપર દૂષ્કર્મ ગુજારવાની ધમકી પણ આપી હતી.


અપહરણ કરી આચર્યું દુષ્કર્મ 

આ તરફ ગઈકાલે સવારે તે તેની માતાના ઘરે હતી ત્યારે હકુભા અજાણ્યા શખ્સ સાથે ત્યાં ઘસી આવ્યો હતો. જ્યાં તેણે તેની ભાણેજે કરેલી ફરિયાદ બાબતે સમાધાન કરવાનું કહી, ગાળો ભાંડી, ધમકાવી તેને અને તેની ભાણેજને બળજબરીથી કારમાં બેસાડી ધાક-ધમકી આપી ચૂપ કરાવી ભગવતીપરા સુખસાગર સોસાયટી આગળ આવેલી એક વાડીમાં લઈ જઈ ત્યાં તેની ભાણેજને કારમાંથી ઉતારી જયારે તેને તેની અન્ય ભાણેજ અને પુત્રને કારમાં પુરી દીધા હતા. જે બાદમાં ફરિયાદી માસીની નજર સામે જ તેમની ભાણેજને મારકૂટ કરી દુષ્કર્મ આચર્યું હતું. 


આ દરમિયાન હકુભાએ પુત્ર મીરઝાદને ફોન કરી ભગવતીપરામાં આવેલા પોતાના ડેલે બોલાવી લીધો હતો. જે બાદમાં થોડીવાર બાદ હકુભાની પત્ની ખતુબેન પણ ત્યાં આવી પહોંચી હતી. જયાં હકુભાએ બધાની નજરની સામે તેની ભાણેજના શરીર સાથે અડપલા કર્યા હતા. એટલું જ નહીં તેના પુત્ર મીરઝાદે કહ્યું કે, અમારા વિરૃધ્ધ ફરિયાદ કરવાનું પરિણામ જોઈ લીધું ને. જયારે એઝાઝની પત્ની સોનીએ ફરિયાદ પાછી ખેંચી લેજો નહીંતર બધાના આવા હાલ થશે તેવી ધમકી આપી હતી.


ફરી વાર પણ દુષ્કર્મ આચર્યાનો આરોપ 

આ તરફ થોડા સમય બાદ હકુભાએ તેના પુત્ર, પત્ની અને પુત્રવધૂને ત્યાંથી રવાના કરી દીધા બાદ તેની ભાણેજને ડેલામાં આવેલા રૂમમા લઈ જઈ ફરીથી ફરી એકવાર દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ કરવામાં આવ્યો છે. ફરી દુષ્કર્મ કરી હકુભા તે રૂમમાં જ સુઈ ગયો હતો. ડેલામાં રહેલા અજાણ્યા માણસને ચકમો આપી તે ભાણેજ સહિતનાઓ સાથે ત્યાંથી રિક્ષામાં બેસી રવાના થઈ ગયા હતા. ત્યારબાદ સીધા પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા હતા. તે વખતે તેની દુષ્કર્મનો ભોગ બનેલી ભાણેજને પેટમાં દુખાવો ઉપડતા તાત્કાલિક તેને 108માં લઈ જઈ સિવીલમાં સારવાર અપાવી હતી. તેને પણ મૂંઢ માર માર્યો હોવાથી સિવીલમાં પ્રાથમિક સારવાર લીધી હતી. આ તરફ બી-ડિવીઝન પોલીસે હોસ્પિટલે જઈ હકુભા ખિયાની, ખતુબેન, મિરઝાદ ખીયાની, સોની ખિયાણી સામે ફરિયાદ નોંધી હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, આરોપી હકુભા અને તેના પુત્ર મીરઝાદની ધરપકડ કરવામાં આવી છે. જયારે અન્ય બે આરોપીઓ સોનીબેન અને ખતુબેનની શોધખોળ શરૂ કરવામાં આવી છે. ડેલામાં જે અજાણ્યા શખ્સનો ઉલ્લેખ છે તેની પણ શોધખોળ હાથ ધરાઈ છે.


Patan live news GJ 24

Govabhai p ahir

Post a Comment

Previous Post Next Post