ગાંધીનગર ગિફ્ટ સિટીમાં દારૂબંધીની છૂટને લઇને કોંગ્રેસના પ્રહાર, શક્તિસિંહ ગોહિલે કહ્યું- ગુજરાતને મોટું નુકસાન થશે

ગાંધીનગર ગિફ્ટ સિટીમાં દારૂબંધીની છૂટને લઇને કોંગ્રેસના પ્રહાર, શક્તિસિંહ ગોહિલે કહ્યું- ગુજરાતને મોટું નુકસાન થશે

 ગિફ્ટ સિટીમાં દારૂબંધીની છૂટને લઇને રાજકારણ ગરમાયું છે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રગાંધીનગરમુખ શક્તિસિંહ ગોહિલ, વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર સહિતના નેતાઓએ પોતાની પ્રતિક્રિયા આપી હતી.

દારૂબંધીની છૂટથી ગુજરાત નુકસાન થશે- શક્તિસિંહ ગોહિલગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પણ ગાંધીનગર ગિફ્ટ સિટીમાં દારૂબંધીની છૂટ પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, “ભાજપની ગુજરાત સરકારે ગાંધીનગર ગિફ્ટ સિટીમાં દારૂબંધીને હટાવવાનો નિર્ણય કર્યો છે. હવે ત્યા દારૂ વેચાશે, લોકો દારૂ પીશે. આપણુ ગુજરાત મહાત્ત્મા ગાંધીની જન્મભૂમિ, જૈનોની તીર્થભૂમિ, સ્વામિનારાયણ ભગવાનની કર્મભૂમિ હોવાને કારણે એક નશા અને દારૂથી અલગ રહ્યા છીએ. દારૂબંધી હટાવવાથી ગુજરાતને એક મોટુ નુકસાન થવા જઇ રહ્યું છે.”

વાવના ધારાસભ્ય ગેનીબેન સરકાર દ્વારા લેવામાં આવેલી દારૂની છૂટ મામલે સરકાર પર પ્રહાર કર્યા હતા અને કહ્યું કે ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી છતા ગુજરાતમાં આ છૂટછાટ યોગ્ય નથી. આ નિર્ણય પછી જો ગુજરાતના કોઇ પણ ખૂણેથી દારૂ પીને કોઇ નીકળશે તો તેના મોઢે માત્ર એક જ વાત આવશે કે અમે ગિફ્ટ સિટીમાં દારૂ પીછો છે.


Patan live news GJ 24

Govabhai p ahir

  

Post a Comment

Previous Post Next Post