ફોટો ભાભરનાં મેરા નજીક વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઈ બે પકડાયા : ચાર વિરુદ્ધ ગુનો દાખલ


ફોટો

ભાભરનાં મેરા નજીક વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઈ


બે પકડાયા : ચાર વિરુદ્ધ ગુનો દાખલ


બનાસકાંઠા એલસીબી પોલીસે રાજસ્થાન પાર્સિંગની આઈ ટેન ગાડીમાંથી વિદેશી દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપી પાડ્યો છે. ભાભરના મેરા ગામ નજીક કેનાલ પાસે પોલીસની બાતમીના આધારે ગાડીની તપાસ કરતા ગાડીમાંથી દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે બે ઈસમોની અટકાયત કરી ચાર ઈસમો પર ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠા એલ.સી.બી પોલીસ સ્ટાફ ભાભર પોલીસ સ્ટેશન વિસ્તારના મેરા ગામ નજીક હાઈવે રોડ ઉપર પેટ્રોલીંગમાં હતો. દરમિયાન બાતમી આધારે એક સફેદ કલરની આઈ-10 ગાડી (નં.RJ-21-TC-0229) માં દારૂ ભરી મોરબી તરફ જતા મેરા ગામ નજીક કેનાલ પાસે હાઈવે રોડ ઉપર પોલીસે નાકાબંધી કરી ગાડીમાંથી ગેરકાયદેસર અને વગર પાસ પરમીટના દારૂ સહીત કુલ 8,23,220 રૂપિયાના મુદ્દામાલ સાથે ગાડીમાં સવાર ઈસમો જ્ઞાનસિંહ કિશનારામ ભામ્ભુ જાટ (રહે.સાધુના થાણા પાંચુ, નોખા,બિકાનેર) અને રામેશ્વર સગારામ કુંદણ જાટ (રહે.કકડુ થાણા-પાંચુ,નોખા,બિકાનેર) ને પકડી પાડી તેમજ દારૂનો જથ્થો ભરાવનાર શેલુસિંહ રાઠોડ (રહે.નોખા બિકાનેર) તેમજ દારૂનો જથ્થો મંગાવનાર અસ્લમ મોરબી નામના શખ્સ વિરુધ્ધ ભાભર પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબિશન એકટ મુજબની કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

Patan live news GJ 24

Govabhai p ahir

Post a Comment

Previous Post Next Post