ભૂ-માફિયાઓની હવે ખેર નથી : ખોટા દસ્તાવેજ બનાવી ખેડૂતોની જમીન પચાવી પાડતી ગેંગનો પર્દાફાશ


 ભૂ-માફિયાઓની હવે ખેર નથી : ખોટા દસ્તાવેજ બનાવી ખેડૂતોની જમીન પચાવી પાડતી ગેંગનો પર્દાફાશ

ગાંધીનગર એલસીબી અને એસઓજી ટીમે ગેંગના ૧૧ શખ્સોને દબોચ્યા

- ખોટા ખેડૂતો ઉભા કરતા અને બેન્ક એકાઉન્ટ પણ નકલી બનાવતા હતા

ગાંધીનગર, શુક્રવાર

  અમદાવાદથી લઈ ગાંધીનગર જિલ્લામાં ખેડૂતોની જમીનના ખોટા દસ્વાવેજ બનાવીને જમીન પચાવી પાડતી ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ગાંધીનગર એસઓજી અને એલસીબીએ ૧૧ શખ્સોને દસ્તાવેજ કરવા આવતાં રંગેહાથ દબોચ્યા હતા. આ ગેંગ બોગસ ખેડૂતો ઊભા કરતી હતી અને તેમના નકલી બેન્ક એકાઉન્ટ પણ બનાવતી હતી. ખોટા ખેડૂતને અસલી ખેડૂત બનાવી દસ્તાવેજ પણ બનાવતી હતી અને જેની જાણ પોલીસને થતાં આ ગેંગને દબોચી લેવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી ખેડૂતોની જમીન પચાવી પાડવા માટે ભૂ-માફિયા સક્રિય થયા હતા. ખેડૂતોની જમીન પચાવી પાડીને જમીનમાં લીટીગેશનો ઉભી કરી ખેડૂતનો તોડ કરતી ગેંગ સક્રિય થઈ હતી. જે મામલે રેન્જ આઈજી અને જિલ્લા એસપી દ્વારા એલસીબી અને એસઓજીને ભૂમાફિયાઓ ઉપર નજર રાખવા તેમજ કાયદેસર કાર્યવાહી હાથ ધરવા સૂચના આપી હતી. જે અન્વયે ચોક્કસ બાતમી મળી હતી કે, ગાંધીનગર સબ રજિસ્ટ્રાર કચેરી ખાતે ભૂ-માફિયા દ્વારા કેટલાક બોગસ ખેડૂત ઉભા કરી બપોરના સમયે ગાંધીનગર સબ રજિસ્ટ્રાર કચેરી ખાતે જમીન વેચાણના દસ્તાવેજાેની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. જે હકીકતના આધારે પોલીસની ટીમે ગાંધીનગર સબ રજિસ્ટ્રારની કચેરી ખાતેથી ૧૧ આરોપીઓને ગાંધીનગર સબ રજિસ્ટ્રારની કચેરી ખાતે ખોરજ ગામમાં આવેલ સર્વે નંબર-૩૯૦-૧ની ૦-૮૫-૭૪ ચો.મી. ખેતીની જમીનના નગર રચના યોજના નં-૩૦૩ (ખોરજ)ના ફાઈનલ પ્લોટ નં-૭૧-૧ની ૫૧૪૪ ચો.મી.ખેતીની જમીનના રેકર્ડ ઉપરના જમીન માલિકોના નામ ખોટા આઈડી પ્રૂફ બનાવી રજિસ્ટર બાનાખત તથા સપ્લિમેન્ટરી કરાર જેવા બોગસ દસ્તાવેજ કરતા ભૂ-માફિયાઓને રંગેહાથ ઝડપી લીધા હતા.


પોલીસના હાથે જે ભૂ-માફિયા ઝડપાયા છે તેમાં મુખ્ય સૂત્રધાર જીતેન્દ્રપૂરી બળદેવપુરી ગોસ્વામી (રહે.૭ રેવા એપાર્ટમેન્ટ, વાસણા,અમદાવાદ), અજયજી તલાજી ઠાકોરનું સાચું નામ ગૌતમભાઈ રામજીભાઈ સેનમા (રહે.સેદરડી, સેનમા વાસ, તા.કડી, જિ.મહેસાણા)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત મુકેશભાઈ સુરેશભાઈ પટેલ (રહે.આનંદપુરા ગામ, સાઠંબા, તા.બાયડ,જિ.અરવલ્લી), પરેશ કાંતિજી મકવાણીનું સાચું નામ અર્જુનજી સમરુજી ઝાલા (રહે.સરસાવ, દરબાર વાસ, તા.કડી,જિ.મહેસાણા) જીતેન્દ્ર દશરથ મકવાણાનું સાચું નામ આકાશ કુમાર મહેશભાઈ સેનમા (રહે.૧૦, કમલા પાર્ક સોસાયટી, સ્ટર્લિંગ સિટી, બોપલ,અમદાવાદ), મધુબેન કાંતિજી મકવાણાનુ સાચું નામ ચંપાબેન પરસોત્તમભાઈ પટેલ (રહે.૪, ઘનશ્યામનગર સોસાયટી, કુંડાળા, તા.કડી, જિ.મહેસાણા), બિંદુબેન સુધીરભાઈ પટેલ (કુંડાળા), મીણાબેેન નરેશજી ઠાકોર (રહે.જાેણક,જમનાપુર રોડ, તા.કડી, જિ.મહેસાણા) અને ઉર્મિલાબેન દીપકભાઈ પટેલ (રહે.ગીતાનગર-૧ સોસાયટી, કીમ ચોકડી, સુરત)નો સમાવેશ થાય છે. 


આરોપીઓ પાસેથી શું શું મળ્યું

  પોલીસને આરોપીઓ પાસેથી મુદ્દામાલ મળી આવ્યો છે જેમાં ખોટી સહી કરેલ સપ્લેમેન્ટરી કરાર, ખોટા ખેડૂતના પાસપોર્ટ સાઈઝના ફોટા, બેન્ક ચેક બુક અને પાસ બુક, મોબાઈલ ફોન નંગ-૪ જેની કિંમત ૧,૪૨,૫૦૦ અને એક કાર પણ મળી આવી છે જેની કિમત બે લાખ થવા જાય છે. પકડાયેલા આરોપીઓ ગુનાઈત ઈતિહાસ પણ ધરાવે છે અને જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં ફરિયાદો પણ થઈ છે. પોલીસે આ તમામની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભૂ-માફિયાઓ સામે સકંજાે કસાતાં અન્ય ભૂ-માફિયાઓમાં પણ ફફડાટ ફેલાઈ ગયો છે. 


આરોપીઓની મોડસ ઓપરેન્ડી શું હતી

  મુખ્ય સૂત્રધાર જીતેન્દ્રપુરી બળદેવપૂરી ગોસ્વામી જીતુ ગોસ્વામી મોટો ભૂ-માફિયા છે જે જમીન ખરીદનાર પાર્ટી શોધી લાવતો તેમજ તેના સાગરીતોમાં મુકેશભાઈ સુરેશભાઈ પટેલ, મયંક પટેલ ખોટા આધારકાર્ડ તેમજ પાનકાર્ડ તથા ચૂંટણી કાર્ડ અસલ ખેડૂતના નામ તથા ઉભા કરેલ ખોટા ખેડૂતના ફોટાવાળા દસ્તાવેજો બનાવી આપતો હતો તેમજ સાગરિત ગૌતમભાઈ રામજીભાઈ સેનમા તથા રાજપાલસિંહ સોઢાનાઓ અસલ ખેડૂતની ઉંમરના પુરુષો તથા સ્ત્રીઓ શોધી લાવવાની કામગીરી કરી તેઓના નામે પ્રાઈવેટ બેન્કમાં એકાઉન્ટ ખોલાવતા અને ખોટા દસ્તાવેજાે દ્વારા જમીન હડપાવી અથવા ખરીદનાર પાસેથી બાનાપેટે મળનાર રકમ છેતરપિંડીથી મેળવી ગુનાને અંજામ આપતા હતા.


Patan live news GJ 24

Govabhai p ahir

Post a Comment

Previous Post Next Post