નકલી ટોલનાકા કાંડમાં આરોપીઓ પૈકી એકનું ભાજપ કનેક્શન તો બીજો ધાર્મિક સંસ્થાના પ્રમુખનો પુત્ર
મોરબી જિલ્લામાં વાંકાનેરમાં વઘાસીયા ટોલ પ્લાઝા પાસે નકલી ટોલનાકું બનાવીને કથિત રીતે કરોડો રૂપિયાનું ઉઘરાણું કરીને સરકારને આર્થિક નુકસાન પહોંચાડવા બાદલ 5 જેટલા લોકો સામે FIR નોંધાઈ છે. વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ યશપાલસિંહ પરમારે ફરિયાદી બનીને આ 5 આરોપીઓ સામે FIR નોંધાવી છે. 5 આરોપીઓમાંથી 1 આરોપીનું ભાજપ કનેક્શન સામે આવ્યું છે.
ભાજપના રાજ્યસભાના અને લોકસભાના સાંસદના નજીકના ગણાતા ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. વાંકાનેર તાલુકા પંચાયતના પ્રમુખના પતિ અને બન્ને ભાજપ સાંસદના નજીકના ગણાતા ધર્મેન્દ્રસિંહ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા અને લોકસભાના સાંસદ મોહન કુંડારિયાના નજીક હોવાની ચર્ચા હોવાનું મનાય છે. સોશિયલ મીડિયામાં આરોપી ભાજપના આગેવાન ધર્મેન્દ્રસિંહ જાડેજાના રાજકીય નેતાઓ સાથેના ફોટા પણ વાયરલ થઇ રહ્યા છે. સાંસદ મોહનભાઇ કુંડારિયા અને રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલા સાથે ફોટા વાયરલ થયા છે.નકલી ટોલનાકા કાંડમાં સામેલ ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલાનું નામ આવતા રાજકારણ ગરમાયુ છે. આરોપી અમરસી પટેલ પણ સિદસર ધામના પ્રમુખ અને પાટીદાર આગેવાન જેરામબાપાનો પુત્ર છે.5 આરોપીઓ સામે FIR નોંધાવી છે
અમરશી જેરામભાઈ પટેલ (વાઈટ હાઉસના સંચાલક)
રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા
હરવિજયસિંહ જયુભા ઝાલા
ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા
યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલા
આ પાંચ શખ્સો સામે નામજોગ તેમજ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે.