પોલીસ જાપ્તામાંથી ફરાર નકલી CMO ઓફિસરને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યો મિઝોરમ બોર્ડરેથી, દુષ્કર્મ કેસમાં હતો આરોપી


પોલીસ જાપ્તામાંથી ફરાર નકલી CMO ઓફિસરને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યો મિઝોરમ બોર્ડરેથી, દુષ્કર્મ કેસમાં હતો આરોપી

વડોદરા પોલીસ જાપ્તામાંથી ફરાર નકલી CMO ઓફિસર વિરાજ પટેલ પકડાયો 

મુંબઈની મોડલ સાથે ઓફિસરની ખોટી ઓળખ આપી આચર્યુ હતું દુષ્કર્મ 

વડોદરા ક્રાઇમ બ્રાન્ચ અને PCB પોલીસે વિરાજ પટેલને પકડી પાડ્યો

10-નવેમ્બરે વડોદરા કોર્ટમાંથી આરોપી ભાગી ગયો હતો 

પોલીસે 7000 કિલોમીટરની મુસાફરી કરી આસામ-મિઝોરમ બોર્ડર પરથી વિરાજને પકડ્યો


વિરાજ પટેલને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, 10 નવેમ્બરે પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલ નકલી CMO ઓફિસર વિરાજ પટેલ ફરી એકવાર વડોદરા પોલીસના સંકજામાં આવ્યો છે. નોંધનિય છે કે, વિરાજ પટેલે મુંબઈની મોડલ સાથે ઓફિસરની ખોટી ઓળખ આપી દુષ્કર્મ આચર્યુ હતું. આ તરફ અગાઉ કોર્ટમાં રજૂ કરતાં દરમિયાન આરોપી વિરાજ પટેલ ફરાર થઈ ગયા બાદ વડોદરા ક્રાઇમ બ્રાન્ચ અને PCB પોલીસે વિરાજ પટેલને પકડી પાડ્યો છે. 


ગુજરાતમાં ચકચાર મચાવનાર નકલી CMO ઓફિસર વિરાજ પટેલના કેસમાં મોટી અપડેટ સામે આવી છે. વિગતો મુજબ 10 નવેમ્બરે આરોપી વિરાજ પટેલ સહિત અન્ય આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા બાદ આરોપી વિરાજ ભાગી ગયો હતો. જે બાદમાં વડોદરા પોલીસ તેને શોધવા કામે લાગી હતી. જેમાં ખાસ કરીને આરોપીને જેલમાં મળવા આવનાર, જેલમાં બેરેકમાં રહેલા આરોપીઓની પૂછપરછ કરાઈ હતી. આ દરમિયાન હવે આસામ-મિઝોરમ બોર્ડર પરથી આરોપી વિરાજ પટેલને પોલીસે દબોચી લીધો હતો.


6500થી 7000 કિલોમીટર મુસાફરી કરી પોલીસે વિરાજને દબોચી લીધો 

આ તરફ પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલ વિરાજ પટેલને શોધવા પોલીસે કડક તપાસ શરૂ કરી હતી. જેમાં આરોપીને જેલમાં મળવા આવનાર, જેલમાં બેરેકમાં રહેલા આરોપીઓની પૂછપરછ કરાઈ હતી. આ સાથે સરકારી નંબર પરથી કોણે ફોન કર્યો હતો તેની પણ પોલીસે તપાસ કરી હતી. વિગતો મુજબ વિરાજ પટેલ વડોદરાથી અમદાવાદ અને અમદાવાદથી દિલ્હી ગયો હતો. જોકે વડોદરા પોલીસે 6500થી 7000 કિલોમીટર મુસાફરી કરી આરોપીને આસામ-મિઝોરમ બોર્ડર પરથી ઝડપી પાડ્યો છે. આ સાથે હવે આરોપીને કોને નાણાકીય મદદ કરી તેની પોલીસ પૂછપરછ કરી રહી છે.


મહાઠગ વિરાજ પટેલ પર મુંબઈની એક મોડલે વારંવાર દુષ્કર્મ આચર્યુ હોવાનો આરોપ લગાવ્યો છે. તો વળી બીજી તરફ તેના ઠગના કારનામાં સામે આવી રહ્યાં છે. પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. વડોદરામાં CMO ઓફિસરની ખોટી ઓળખ આપનારો ઠગ ઝડપાયા બાદ તેની પોલીસે સઘન તપાસ હાથ ધરતા અનેક ચોંકાવનારા ખુલાસા થયા હતા. વિરાજ પટેલે અત્યાર સુધી અનેક લોકો સાથે ઠગાઈ કરવાનો પ્રયાસ કર્યો છે. વર્ષ 2020માં ગૃહમંત્રી અમિત શાહની બહેનના દીકરાની ઓળખ આપી હતી તો આગ્રામાં ગૃહમંત્રી અમિત શાહ માટે ફાઈવ સ્ટાર હોટેલ ખરીદવાની વાત કરી હતી. આગ્રાના ધારાસભ્ય યોગેન્દ્ર ઉપાધ્યાયને ઠગવાનો પણ પ્રયાસ કર્યોનો ખુલ્યો છે.


2016માં ઉજ્જૈન MLA સાથે ઠગાઈ

વિરાજ શાહ તરીકેની ઓળખ આપી છેતરપિંડી આચરી હતી વધુમાં તેણે 2016માં ઉજ્જૈન MLA મોહન યાદવ સાથે ઠગાઈ કરી હોવાનો પણ જાણવા મળ્યું છે તેમજ એક યુવતી સાથે પણ ગિફ્ટ સિટી માટે મોડેલિંગના નામે ઠગાઈ કરી હતી. 2022માં બોપલની યુવતી પાસેથી મોડેલિંગના નામે 50 હજાર રૂપિયા પડાવ્યા પણ ચોંકાવનારો ખુલાસો થયો છે. ઠગ વિરાજ સામે અમદાવાદના જુદા-જુદા પોલીસ મથકોમાં ગુના દાખલ થયા છે.


ખોટી ઓળખ આપી આચર્યુ દુષ્કર્મ 

પોલીસે ઘટના સ્થળે પહોંચી CMOમાં તપાસ કરતા મહાઠગની પોલ ખુલી હતી. તેમજ ગિફ્ટ સિટીનો પ્રેસિડન્ટ પણ ન હોવાની વિગત સામે આવી હતી. જેથી ગોત્રી પોલીસે બોગસ દસ્તાવેજ બનાવી ઉપયોગ કરવા બદલ ગુનો નોંધ્યો હતો. તેમજ મહાઠગ વિરાજ પટેલે મુબઈની મોડલને ગિફ્ટ સીટીની બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાની લાલચ આપીને વિવિધ સ્થળે લઈ જઈને દુષ્કર્મ આચર્યુ હોવાનો આરોપ લાગ્યો છે. સમગ્ર ઘટનાને લઈ મહાઠગ વિરાજ પટેલ વિરૂદ્ધ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.


Patan live news GJ 24

Govabhai p ahir 

Post a Comment

Previous Post Next Post