વર્લ્ડ સ્ટ્રેન્થ ચેમ્પિયનશિપમાં સુરતના બે યુવા ખેલાડીઓએ કર્યો ગોલ્ડ મેડલ હાંસલ, ચાર વર્લ્ડ રેકોર્ડ કર્યા પોતાના નામે


 વર્લ્ડ સ્ટ્રેન્થ ચેમ્પિયનશિપમાં સુરતના બે યુવા ખેલાડીઓએ કર્યો ગોલ્ડ મેડલ હાંસલ, ચાર વર્લ્ડ રેકોર્ડ કર્યા પોતાના નામે

હૈદ્રાબાદ ખાતે 18 ડિસેમ્બરથી લઈ 22 ડિસેમ્બર દરમ્યાન યોજાયેલી વર્લ્ડ સ્ટ્રેન્થ ચેમ્પિયનશિપમાં સુરતના બે યુવા ખેલાડીઓએ ગોલ્ડ મેડલ હાસલ કરી ગુજરાત અને સુરતનું ગૌરવ વધાર્યું છે.જેમાં સુરતના શાન શર્માએ દસમા વર્લ્ડ સ્ટ્રેન્થ લીફટિંગ ચેમ્પિયનશિપમાં 85+વેઇટ લીફટિંગમાં બે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી ચાર વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યા છે.જ્યારે દિવ્યાંગ મોરે દ્વારા 68 ની સિનિયર કેટેગરીમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે.

સુરત શહેર દરેક ક્ષેત્રમાં મોખરે રહ્યું છે. જેમાં સ્પોર્ટ્સ એક્ટિવિટી હોય કે પછી અન્ય રમત ગમત ક્ષેત્રે સુરતના ખેલાડીઓ પણ હંમેશા અગ્રેસર રહ્યા છે. તેમાં સુરતના બે યુવા ખેલાડીઓ દ્વારા હાલ જ હૈદરાબાદ ખાતે યોજાયેલી દસમી વર્લ્ડ સ્ટ્રેન્થ લીફટિંગ ચેમ્પિયનશિપમાં ઝળહળતું પ્રદર્શન કર્યું છે. મળતી માહિતી અનુસાર સુરતના અડાજન પાલનપુર પાટિયા વિસ્તારમાં રહેતા દિવ્યાંગ મોરે અને શાન મિશ્રાએ હૈદરાબાદ ખાતે યોજાયેલી 18 ડિસેમ્બર થી 22 ડિસેમ્બર વચ્ચેની વર્લ્ડ સ્ટ્રેન્થ લીફટિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો.14 દેશોના 300 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. જે પૈકી સુરતના દિવ્યાંગ મોરે અને શાન મિશ્રાનો સમાવેશ થાય છે. હૈદરાબાદ ખાતે યોજાયેલી વર્લ્ડ પાવર લીફટિંગ ચેમ્પિયનશિપમાં દિવ્યાંગ મોરેએ 68 વેઇટ લીફટિંગ સિનિયર કેટેગરીમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે.જ્યારે શાન મિશ્રાએ પણ 85+ વેઇટ લીફટિંગમાં બે ગોલ્ડ મેડલ હાંસલ કરી ચાર વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યા હતા.જ્યાં બંને ખેલાડીઓ દ્વારા આગામી સમયમાં આવી રહેલી ઇન્ટરનેશનલ વર્લ્ડ લીફટિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લઈ વધુ સિદ્ધિ હાંસલ કરવાનો સંકલ્પ નીર્ધાર કર્યો છે.બંને ખેલાડીઓએ ગોલ્ડ મેડલ હાંસલ કરી ગુજરાત અને સુરતનું ગૌરવ પણ વધાર્યું છે.


Patan live news GJ 24

Govabhai p ahir

Post a Comment

Previous Post Next Post