ગાંધીનગરમાં જાહેર રસ્તા પર મારા મારી, મોંઘીદાટ કાર ચાલકો જાહેરમાં ઝઘડતા ટ્રાફિક જામ


ગાંધીનગરમાં જાહેર રસ્તા પર મારા મારી, મોંઘીદાટ કાર ચાલકો જાહેરમાં ઝઘડતા ટ્રાફિક જામ

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં જાહેર રસ્તા પર મોંઘી દાટ ગાડીઓ લઇને નીકળેલા લોકો વચ્ચે બોલાચાલી થઇ હતી. બોલાચાલી ઝઘડામાં પરિણમતા જાહેરમાં ઝઘડો થયો હતો. મોંઘી દાટ કારવાળાઓ જાહેર રસ્તા પર ઝઘડતા યુપી-બિહાર જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા અને ટ્રાફિક જામ સર્જાયો હતો.

ગાંધીનગર હાઇવે ઉપર રિલાયન્સ સર્કલ પર કાર ચાલકો વચ્ચે સામાન્ય બોલાચાલી થઇ હતી. પોલીસની હાજરીમાં મારામારી અને ધાકધમકી જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. સામાન્ય અથડામણથી આ ઘટના મારામારી સુધી પહોંચી ગઇ હતી અને બન્ને કાર ચાલકોએ સામ સામે જોઇ લેવાની ધમકી આપી હતી

ગાંધીનગર રિલાયન્સ ચોકડી પાસે હાર્દિક બારોટ કુટુંબીજનને મળવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન એક મર્સીડીઝ કાર સાથે ટક્કર થતા રહી ગઇ હતી. આ દરમિયાન કારના ચાલકે મન ફાવે તેમ ગાળો બોલી બોલાચાલી કરી હતી. આ દરમિયાન પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને બન્ને કાર ચાલકોને અલગ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, બન્ને કાર ચાલકો પોતાની દાદાગીરી પર ઉતરી આવ્યા હતા.


Patan live news GJ 24

Govabhai p ahir 

Post a Comment

Previous Post Next Post