આંગણવાડીઓના મકાન મનરેગા હેઠળ નવા બનાવાશે રૂ . 3.73 કરોડની ફાળવણી

પાટણ જિલ્લામાં જર્જરિત થયેલી 88 આંગણવાડીઓ મનરેગા યોજના હેઠળ નવી બનાવવામાં આવશે. આ માટે રૂપિયા 3.73 કરોડનું બજેટ સરકારે ફાળવી દીધું છે તેમજ જિલ્લા વિકાસ અધિકારી બી.એમ. પ્રજાપતિ દ્વારા તેને મંજૂરી આપી હોવાનું જાણવા મળ્યું હતું.મળતી માહિતી મુજબ પાટણ જિલ્લામાં આંગણવાડીઓના મકાનો પૈકી જર્જરીત થઈ ગયેલ આંગણવાડીના મકાનો પાડીને તેની જગ્યાએ નવા બનાવવા માટે સરકાર દ્વારા વર્ષ 2023-24 ના વર્ષમાં બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે.

 

પાટણ જિલ્લામાં કુલ 132 આંગણવાડીઓના મકાનો જર્જરીત થવા પામ્યા હતા તે પૈકી ઘણા મકાનો નવા બનાવવામાં આવ્યા છે અને ચાલુ વર્ષે વધુ 83 આંગણવાડીના જજરીત મકાનો નવા બનાવવાનું આયોજન કરાયું છે. આંગણવાડીઓના મકાનો બનાવવા માટે મનરેગા યોજના અંતર્ગત રુ.8 લાખ અને શભમત વિભાગ દ્વારા રૂપિયા 4.50 લાખ મળી કુલ 12.50 લાખ પ્રમાણે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, ,જે અંતર્ગત ચાલુ વર્ષે જિલ્લામાં જર્જરીત થયેલ 83 આંગણવાડીઓના મકાનો મનરેગા હેઠળ નવા બનશે.

જિલ્લામાં જે જર્જરીત 83 આંગણવાડીઓ નવી બનાવવામાં આવનાર છે તેમાં સાંતલપુર તાલુકામાં 15, રાધનપુરમાં 14, સરસ્વતી તાલુકામાં 13, ચાણસ્મા તાલુકામાં 11, શંખેશ્વર તાલુકામાં 8, પાટણ તાલુકામાં 6 અને સિદ્ધપુર તેમજ સમી તાલુકામાં છ, છ અને હારીજ તાલુકામાં 3 આંગણવાડીના મકાનનો સમાવેશ થાય છે. પાટણ જિલ્લામાં કુલ 1427 આંગણવાડીઓ પૈકી સીટી વિસ્તારમાં આવેલી 90 આંગણવાડીઓ એવી છે જેને નવી બનાવવા માટે સરકાર દ્વારા ગ્રાન્ટની જોગવાઈ કરવામાં આવેલ છે પરંતુ શહેરી નગરપાલિકા વિસ્તારોમાં આંગણવાડીના મકાનો માટે જગ્યા નાની હોવાથી અથવા તો જગ્યા મળતી ન હોવાથી 90 જેટલી સીટી વિસ્તારની આંગણવાડીઓ આજની તારીખે પણ ભાડાના મકાનમાં ચાલે છે. જ્યારે બાકીની આંગણવાડીઓના મકાનોનું આયોજન થઈ ગયેલ છે. જેમાં પાટણ સિટીમાં પણ 6 નવી આંગણવાડીઓ બનાવવા માટે રૂપિયા 7 લાખ પ્રમાણે ગ્રાન્ટ પડી છે પરંતુ જગ્યા મળતી ન હોય તેનું કામ આગળ વધી શકતું ન હોવાનું જાણવા મળ્યું હતું.

patan live news GJ 24

રિપોર્ટર ગોવાભાઈ આહીર પાટણ

Post a Comment

Previous Post Next Post