અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની પોલીસને મળી ધમકી, સુરક્ષામાં કરાયો વધારો


 અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની પોલીસને મળી ધમકી, સુરક્ષામાં કરાયો વધારો

અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાનો પોલીસને ધમકીભર્યો ઈમેલ મળ્યો છે. જેના પગલે પોલીસે એરપોર્ટ પર ચેકીંગ કર્યું હતું. જોકે, ચેકિંગ દરમિયાન કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી.

એરપોર્ટની સુરક્ષા વધારી દેવામાં આવીઅમદાવાદ પોલીસને આજે અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈમેલ મળ્યો છે. પરિણામે પોલીસે અમદાવાદ એરપોર્ટ પર ચેકિંગ હાથ ધર્યું હતું. જોકે, રાહતની વાત એ છે કે, એરપોર્ટ પર ચેકિંગ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. તેમ છતાં પણ એરપોર્ટની સુરક્ષા વધારી દેવામાં આવી છે.પોલીસની તપાસમાં બોમ્બની અફવા હોવાનું ખુલ્યુંબૉમ્બ સ્કોડ અને પોલીસની ટીમે અમદાવાદ એરપોર્ટ પર સર્ચ ઓપરેશન કર્યું છે. પોલીસની તપાસમાં બોમ્બની અફવા હોવાનું ખુલ્યું છે. એરપોર્ટ પોલીસે અફવાને લઈને ફરિયાદ નોંધી છે.


Patan live news GJ 24

Govabhai p ahir

Post a Comment

Previous Post Next Post