સુરતમાં કરણી સેનાના વડાની હત્યાનો વિરોધ યથાવત, હત્યારાને ઝડપથી પકડી ફાંસીની સજા અપાવવા માગ
રાજસ્થાનમાં કરણી સેનાના પ્રમુખ સુખદેવસિંહ ગોગામેડીની હત્યા કરવામાં આવી છે. આ હત્યાના ઘેરા પ્રત્યાઘાતો દેશભરમાં જોવા મળી રહ્યાં છે. ત્યારે સુરતમાં ગતરોજ ક્લેક્ટર કચેરીએ દેખાયો થયાં હતાં. ત્યારે આજે પાંડેસરા વિસ્તારમાં આવેલા પિયુષ પોઈન્ટ ખાતે રાજપૂત સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.
પાંડેસરા પિયુષ પોઈન્ટ પાસે રાજપૂત સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. રાજસ્થાનમાં જે ક્રુરતાપૂર્વક હત્યા કરવામાં આવી તેનો સખત વિરોધ કરવામાં આવ્યો હતો. રાજસ્થાન પ્રશાસન હત્યારાઓને જલ્દી જલ્દી પકડી ફાંસીની સજા ફટકારે તેવી માંગ કરાઈ હતી.રાજપૂત સમાજ દ્વારા કેસરીયા ઝંડા સાથે નારેબાજી કરવામાં આવી હતી. હત્યારાઓને ફાંસી સિવાય કોઈ ઓછી સજા ન આપવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. રાજપૂત સમાજના યુવાનો અને અગ્રણીઓ દ્વારા રોષપૂર્વક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
Patan live news GJ 24
Govabhai p ahir
Tags
समाचार