ખનીજ માફીઆઓનો ખાણ ખનીજ અધિકારી ઉપર નજર રાખવા ક્રિમીઓ :






 ખનીજ માફીઆઓનો ખાણ ખનીજ અધિકારી ઉપર નજર રાખવા ક્રિમીઓ : 


પાટણમાં ખનીજ માફિયાઓએ વોચ માટે ભૂસ્તરશાસ્ત્રીની ગાડી પર જ GPRS લગાવી દીધું
ડ્રાઇવરે ગાડી સર્વિસ સેન્ટર માં બતવતા GPRS મળી આવતાં અધિકારીએ ફરિયાદ નોંધાવી
ઓવર લોડ ગાડીઓ ના પકડાય માટે અધિકારીની ગાડીમાં જીપીઆરએસ લગાવી ચેકિંગમાં નીકળે તો તેમના રૂટ પર વોચ રાખવામાં આવતી હતી
પાટણમાં ખનીજ માફીઆઓ દ્વારા ભૂસ્તર વિભાગના અધિકારી સરકારી કચેરીથી નીકળીને ચેકીંગમાં કઈ દિશા તરફ જાય છે તેની વોચ રાખવા અધિકારીની ગાડીમાં કોઈ અજાણ્યા ઈસમ દ્વારા GPRS લગાવી ખનીજ ચોરોને એલર્ટ આપવામાં આવતું હોવાનો ઘટસ્ફોટ થતાં ચકચાર મચી છે. અધિકારીના બાબતે ધ્યાનમાં આવતા તાત્કાલિક  મથકમાં ફરિયાદ નોંધાઈ છે.


પાટણ માં ખનીજ માફિયાઓએ ભૂસ્તર વિભાગની કામગીરી પર વોચ રાખવા માટે સરકાપોલીસરી વાહનોમાં જીપીએસ ટ્રેકર લગાવી વાહનોની હિલચાલ પર નજર રાખતા હોવાનું સામે આવ્યું છે. ભૂસ્તર વિભાગની સરકારી ગાડી ડ્રાયવર ના પાછલા ટાયર ના બમ્પર અંદર કાળા કલર નું લોહ ચુંબકથી જીપીઆરએસને લગાવી દેવાયું હતું ગાડી સર્વિસ સેન્ટર માં બતાવતા આ ડિવાઈસ મળતા ભૂસ્તર અધિકારીનું ધ્યાન દોર્યું હતું જે બાદ પોલીસને જાણ કરી અજણાયા શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે.

 ભૂસ્તર શાસ્ત્રી જણાવ્યું હતું કે ' સરકારી ગાડીના ડ્રાઇવર
સાંજના આશરે પાંચેક વાગેના સુમારે ભાવિન ભાઈ માઇન્સ સુપર વાઇઝર, હર્ષદભાઈ ગણપતભાઈ પ્રજાપતિ માઈન્સ સુપરવાઈઝ તથા ગૌરાગભાઈ રામાભાઈ પરમાર માઈન્સ સુપરવાઈઝર તથા ધર્મેન્દ્રકુમાર મૌલિંદભાઈ લિમ્બાચિયા ગનમેન તથા ડ્રાઈ વર પ્રેરૂભા લેબુજી સોલંકી એ રીતેના તમામ સ્ટાફના માણસો અમારી સરકારી બોલેરો ગાડી નંબર-GJ-24-GA-2425 માં પાટણ શહેર થી સિધ્ધપુર જવા નિકળેવ હતા તે વખતે ડ્રાઈવર મેરૂભા સોલંકી જણાવેલ કે, ગાડીના ડ્રાઈયર સાઈડે ના પાછળ નુ ટાયર ગરમ થતુ હોય અને જોઈન્ટ વાયબ્રેટ મારતા હોય જેથી વ્હિલ ચેક કરવવા સારૂ પાટણ રૂની ગામ પાસે રશિયન નગર સામે આવેલ મહિન્દ્રા સર્વિસ સેન્ટર ઉપર ગાડી ચેક કરાવવા ગયેલ તે વખતે સર્વિસ સેન્ટ૨ ઉપર ના મિકેનિકે ગાડીના ડ્રાઈવર સાઈડ નું પાછળ નુ વ્હિલ છેક કરતા હતા તે વખતે ટ્રાઇયર સાઈડ ના પાછળના ટાયર ના બમ્પર અંદર કાળા કલરનું જી.પી.ભેંસ, લગાવેલ હોવાનું મિકેનિકે જણાવતા જી.પી.એમ. જોતા કાળા કલરનું પ્લાસ્ટિકના કવરવાળુ લોહચુંબક વાળુ મેગનેટીક જી. પી. એસ. ટ્રેકર લગાવેલ હતુ.જેની ઉપર જોતા એ PT PT20 Portable GPS Traker 359097370049804. ને જી.પી.એસ ટ્રેકરનું ઢાંકણ ખોલતા તેની અંદર એક વોડાફોન આઇડીયા કંપનીનું સીમકાર્ડ લગાવેલ છે જે સીમકાર્ડનો સીરિયલ નંબર .899105821071563627 8SY M2M NTG છે.
 જેના આધારે તપાસ કરવામાં આવશે અને હાલ પોલીસને આ અંગેની ફરિયાદ આપી છે. પોલીસ તપાસ કરી જેના નામનું કાર્ડ છે તેની પૂછપરછ કરશે અને તેમના મોબાઈલ જપ્ત કરી વોટ્સએપ ગ્રુપ દ્વારા લોકેશન મોકલી જાસૂસી કરવામાં આવે છે કે કેમ તેની તપાસ કરવામાં આવશે.


Patan live news GJ 24

Govabhai p ahir

Post a Comment

Previous Post Next Post