સુરત : પાંડેસરા પોલીસની સરાહનીય કામગીરી, 2023માં ગુમ થયેલા 126 બાળકોને શોધીને પરિવાર સાથે કરાવ્યું મિલન
સુરતમાં પાંડેસરા પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે. પાંડેસરા પોલીસ મથક વિસ્તારમાંથી વર્ષ દરમ્યાન ગુમ થયેલા ૦ થી ૧૭ વર્ષના કુલ્લે ૧૨૬ બાળકોને પોલીસે શોધી કાઢ્યા છે. બાળકો ગુમ થવાની ફરિયાદ મળતા જ પોલીસ દ્વારા તવરીત પગલા લેવામાં આવે છે અને પોલીસની અલગ અલગ ટીમો બાળકોને શોધવા માટે કામે લાગી જાય છે ત્યારે વર્ષ ૨૦૨૩માં પાંડેસરા પોલીસ દ્વારા ગુમ થયેલા ૧૨૬ બાળકોને શોધી તેઓનું મિલન પરિવાર સાથે કરાવ્યું છે
સુરતમાં પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઔધોગિક એકમો આવેલા છે જ્યાં ઉતર પ્રદેશ, બિહાર, ઓરિસ્સા તેમજ અન્ય રાજ્યોમાંથી રોજગારી માટે લોકો આવી વસવાટ કરતા હોય છે. ઘણા પરિવારમાં માતા-પિતા બંને કામ પર જતા હોય છે ત્યારે તેઓના બાળકો ઘરે એકલા હોય છે અને આવા બાળકો રમતા રમતા ગુમ થઇ જતા હોય છે. ત્યારે પાંડેસરા પોલીસે ગુમ થયેલા કુલ્લે ૧૨૬ બાળકોને શોધી તેઓનું પરિવાર સાથે મિલન કરાવ્યું છે. વર્ષ ૨૦૨૩માં ૦ થી ૧૭ વર્ષ સુધીના છોકરા, છોકરી ગુમ થયા હોય તેવા બાળકોને પાંડેસરા પોલીસ દ્વારા તત્વરીત શોધી કાઢી તેઓનું પરિવાર સાથે મિલન કરાવ્યું છે. મહત્ત્વનું છે કે જયારે પણ બાળકો ગુમ થયા હોવાની ફરિયાદ પોલીસને મળતી હોય છે ત્યારે પોલીસની ટીમ તાત્કાલિક દોડતી થઇ જાય છે. ગંભીરતા જાણી પોલીસની અલગ અલગ ટીમો બાળકોને શોધવા કામે લાગી જાય છે જેના ભાગરૂપે વર્ષ ૨૦૨૩માં ગુમ થયા હોય તેવા ૦ થી ૧૭ વર્ષના કુલ્લે ૧૨૬ બાળકોને પોલીસે શોધી કાઢ્યા છે.એસીપી ઝેડઆર દેસાઈના જણાવ્યું હતું કે વર્ષ ૨૦૨૩માં નાના બાળકો ગુમ થવાની અથવા અપહરણ થવાની વિવિધ પ્રકારની ફરિયાદો મળી હતી જેના ભાગરૂપે ઝોન-૪ ની ટીમ, એચ ડીવીઝન તેમજ પાંડેસરા પોલીસની ટીમ દ્વારા પ્રખર મહેનતના ભાગરૂપે વર્ષ દરમ્યાન કુલ્લે ૧૨૬ બાળકોને શોધી કાઢવામાં આવ્યા છે જયારે પણ બાળકો ગુમ થવાની કે અપહરણ થવાની ફરિયાદો પોલીસને મળતી હોય છે ત્યારે પોલીસ સ્ટેશનના હાજર કર્મચારીઓ ગંભીરતા દાખવી સત્વરે રિસ્પોન્સ આપવાનું શરુ કરી દે છે. જેના ભાગરૂપે પાંડેસરા પોલીસ મથક વિસ્તારમાં વર્ષ દરમ્યાન ૧૨૬ બાળકોને તાત્કાલિક શોધી કાઢવામાં આવ્યા છે. પોલીસની આ કામગીરી પ્રશંસનીય છે.
patan live news GJ 24
Govabhai p ahir