Surendranagar News / લખતરની સરકારી હોસ્પિટલમાં છુટા હાથે મારામારીની ઘટના, જુઓ
સુરેન્દ્રનગર: શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાણે કથળી રહી હોય એમ એક બાદ એક ગુનાહિત ઘટનાઓ સામે આવી રહી છે. લખતરની સરકારી હોસ્પિટલમાં છુટા હાથે મારામારી બની હોવાની ઘટના સામે આવી છે.
આ પણ વાંચોઃ ગાંધીનગર ખાતે ગુજરાત ભાજપના ઉચ્ચ પદાધિકારીઓની બેઠક શરુ, આ દિગ્ગજ નેતાઓ હાજરવિગતવાર જોઈએ તો, સરકારી હોસ્પિટલમાં ક્રિકેટ રમતા સમયે બહાર પસાર થતા યુવકને ક્રિકેટનો ટેનિસ બોલ વાગ્યો હતો, ત્યારે આ સંદર્ભે રજૂઆત કરવા ગયેલા યુવક પર હુમલાની ઘટના બની હતી.
દરમિયાન હોસ્પિટલમાં ક્રિકેટ રમતા લોકો આ યુવક પર તૂટી પડ્યા હતા. હોસ્પિટલમાં મારમારીની ઘટનાને લઈ પોલીસ પણ દોડી જઇ તપાસના ચક્રોગતિમાન કર્યા હતા.મહત્ત્વનું છે કે, હોસ્પિટલમાં કોની પરવાનગીથી ક્રિકેટ મેચ રમાઈ રહી હતી એવા સવાલો ઉઠી રહ્યા છે. આ ઘટનામાં યુવકને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે.
Patan live news GJ 24
Govabhai p ahir