જામનગરના 22 ડોક્ટરોએ 3 મહિનામાં 50 ટકાથી ઓછી હાજરી પુરતા એનએમસીએ જામનગર મેડિકલ કોલેજને નોટીસ ફટકારી
જામનગરના 22 ડોક્ટરોએ 3 મહિનામાં 50 ટકાથી ઓછી હાજરી પુરતા એનએમસીએ જામનગર મેડિકલ કોલેજને નોટીસ ફટકારી ખુલાસો માગ્યો છે. મેડિકલ કોલેજમાં નેશનલ મેડિકલ કાઉન્સીલે તબીબો માટે હાજરી ફરજિયાત કરી છે.બાયોમેટ્રીક્સ મશીનમાં ઈન-આઉટ કરવું પણ ફરજિયાત કર્યું છે.સાત ડોક્ટરોએ હાજરી પૂરી ન હતી.
15 જેટલા ડોક્ટરોએ નામ પુરતી એટલે કે 50 ટકાથી ઓછી હાજરી પુરી
15 જેટલા ડોક્ટરોએ નામ પુરતી એટલે કે 50 ટકાથી ઓછી હાજરી પુરી છે.નિયમ લાગુ થઈ ગયા છતાં 19 જુનથી 19 સપ્ટેમ્બર સુધીના 3 મહિનામાં જામનગર મેડિકલ કોલેજના જી.જી.હોસ્પિટલમાં ફરજ બજાવતા 7 જેટલા ડોક્ટરોએ એક પણ દિવસ હાજરી પૂરવાની તસ્દી લીધી નથી.
સિનિયર તબીબો પોતાના પ્રાઈવેટ ક્લિનિકો ચલાવતા હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું
જામનગરની જી.જી.હોસ્પિટલ સિનિયર રેસિડેન્ટ તબીબ તેમજ જુનિયર રેસિડેન્ટ તબિયત પર આધારીત હોય તેવું ચિત્ર ઉપસી આવ્યું છે.સિનિયર તબીબો પોતાના પ્રાઈવેટ ક્લિનિકો ચલાવતા હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.